વડોદરા : ઇલેક્ટ્રીશિયનના ધંધા સાથે જાેડાયેલ ૪૦ વર્ષિય યુવાન આજે મકરપુરા જી.આઇ.ડી.સી. જયંત ઓઇલ મીલની પાછળ આવેલ કાંસના વાળા રોડ પરથી બાઇક લઇને પસાર થતી વેળાએ બાઇક સવાર યુવાન બાઇક સાથે પાણી ભરેલી કાંસમાં ખાબક્યો હતો. જ્યા તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ માંજલપુર પોલીસ તથા ફાયર બ્રિગેડને થતાં તેઓ બનાવ સ્થળે પહોંચ્યા હતાં. અને ફાયર બ્રિગેડ બાઇક અને યુવાનને કાસમાંથી બહાર કાઢ્યા હતાં. 

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, માંજલપુર સતલોક નગર પાસે આવેલ ચંદ્રાવતી નગરમાં રાકેશભાઇ ગોવિંદભાઇ ચૌહાણ ઉ.૪૦ તેમના પરિવાર સાથે રહેતાં હતાં. તે ઇલેક્ટ્રીશિયન હોવાથી છુટક ઇલેક્ટ્રીકનો ધંધો કરતા હતાં અને પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. આજે નમતી બપોરે રાકેશભાઇ ચૌહાણ પોતાની બાઇક લઇને મકરપુરા જી.આઇ.ડી.સી. જયંતી ઓઇલ મીલની પાછળ આવેલ વરસાદી કાંસ વાળા રોડ પરથી જઇ રહ્યા હતાં એ દરમિયાન તેઓ પાણી ભરેલી કાંસમાં બાઇક સાથે રહસ્યમય સંગોજાેમાં ખાબક્યા હતાં. આ બનાવને નજરે જાેનાર વ્યક્તિઓએ બુમાબુમ કરી ફાયર બ્રિગેડ અને માંજલપુર પોલીસને બનાવની જાણ કરી હતી. જેથી માંજલપુરના હેડ કોન્સ્ટેબલ સુરેશભાઇ જેઠાભાઇનાઓ બનાવ સ્થળે આવી પહોંચ્યા હતાં અને મકરપુરા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યા બાદ રાકેશ ચૌહાણના મૃતદેહ તથા તેમની બાઇકને કાંસમાંથી બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યારે બાઇકને પોલીસ મથકે મોકલી આપવામાં આવી હતી. આ બનાવમાં રહસ્યના વદળો સર્જાતા પોલીસે આપઘાત કે અકસ્માત ઘટનાએ દિશામાં તપાસ હાથ

ધરી છે.