છોટાઉદેપુર, તા.૨૦ 

 કવાંટ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો સાથે પો.સ્ટે વિસ્તારમાં આરોપીઓની શોધખોળ તપાસમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે એક ઈસમ એક સુપર સ્પ્લેંડર મોસા લઇને રાયસિંગપુરા ગામ બાજુથી મોટી ચીખલી તરફ આવનાર છે તેવી બાતમી હકીકત આધારે મોટી ચીખલી ગામે રોડ ઉપર વોચમાં હતા તે દરમ્યાન બાતમી વાળી મોટર સાઇકલ લઇને એક ઈસમ આવતાં તેઓને કોર્ડન કરી પકડી પાડેલ અને તેનુ નામ ઠામ પુછતાં રાહુલભાઇ કમલેશભાઇ રાઠવા મુળ રહે.રાયસિંગપુરા પટેલ ફળીયા તા.કવાંટ જી.છોટાઉદેપુર હાલ રહે.ઉનડા તા.બોડેલી જી.છોટાઉદેપુરનો હોવાનુ જણાવેલ તેઓના કબ્જાની નંબર વગરની મોટર સાઇકલ ના કાગળો માંગતા અને મોટર સાઇકલના માલીક બાબતે પુછ પરછ કરતાં તેઓ ગલ્લા તલ્લા કરી ઉડાઉ જવાબ આપતા હોય અને તેની પાસે કોઇ કાગળો નહી હોવાનુ જણાવતા ઉપરોક્ત મોટર સાઇકલ કોઇ જગ્યાએથી ચોરી કરી લાવેલ હોવાનુ જણાતાં પો કેટ કોપ માં જઇ વાહન સર્ચમાં જઇ સર્ચ કરતાં સદરુ મોટર સાઇકલના માલીક કોલચા મનુભાઇ શનુભાઇ રહે.પાનવડ સામીધેડ પટેલ ફળીયા તા.કવાંટ જી.છોટા ઉદેપુર ના હોય અને ઉપરોક્ત મોટર સાઇકલ બાબતે પાનવડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હોવાનુ જણાઇ આવતાં સદરી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પકડાયેલ આરોપી ને પાનવડ પોલીસ સ્ટેશનાઓને સોંપવામાં આવેલ છે આમ ચોરીના મોટર સાઇકલ સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.