કોરોના વાયરસે જે રીતે વિશ્વભરના દેશને ભરડામાં લીધા છે તેવામાં દરેક દેશમાં સ્થિતિ લગભગ એક સમાન છે. દરેક દેશમાં અત્યાર સુધી થિયેટરો બંધ જ રાખવામાં આવ્યા છે. જે દેશોમાં વાયરસનો પ્રકોપ ઓછો થઈ રહ્યો છે ત્યાં જીવન ફરીથી ધબકતું થઈ રહ્યું છે. આવો જ એક દેશ છે ન્યૂઝીલેન્ડ. ન્યૂઝીલેન્ડ કોરોના મુક્ત દેશ બન્યો છે અને અહીંયા ફરીવાર થિયેટર ખુલવા જઈ રહ્યાં છે. ખાસ વાત એ છે કે ન્યૂઝીલેન્ડમાં કોરોના બાદ થિયેટરનું ઓપનિંગ રોહિત શેટ્ટી અને અજય દેવગનની ફિલ્મ 'ગોલમાલ અગેન'થી થશે. અહીં આજે એટલે કે 25 જૂનથી થિયેટર ખુલી રહ્યાં છે.

રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ, રોહિત શેટ્ટી સહિતનાઓએ આ વાતની પુષ્ટી સોશિયલ મીડિયા દ્વારા કરી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, 'કિવિઝ થિયેટર્સમાં કોવિડ 19 બાદ પહેલી ફિલ્મ 'ગોલમાલ અગેન' બતાવવામાં આવશે. આ પહેલી હિંદી ફિલ્મ છે જે થિયટર ખુલ્યા બાદ બતાવવામાં આવશે. નવી શરૂઆત માટે ચિયર્સ.'