ગણદેવીના કછોલી ગામે આંબાવાડીમાંથી કેરીની ચોરી
20, એપ્રીલ 2021

વલસાડ, નવસારી જિલ્લા ના ગણદેવી તાલુકા ના કછોલી ગામે ગત ૧૭ તરીખે મીનેશ ભાઈ નાયક ની આંબાવાડી માંથી ગામ ના જ બે ત્રણ વ્યક્તિઓ એ લગભગ ૮ મણ જેટલી કેરી ની ચોરી કરી હોવાના આક્ષેપ સાથે માર માર્યો હતો જે બાદ માર નો ભોગ બનેલા વ્યક્તિ તેની કોમ ના લોકો સાથે આયોજન કરી ગત રાત્રે મીનેશ ભાઈ અને તેમના સમર્થકો ના ઘરો પર પથ્થરમારો કર્યો હતો પથ્થરમારો થતા ગભરાયેલા લોકો એ તત્કાલ ધોરણે ગણદેવી પોલીસ ને જાણ કરી હતી મામલા ને શાંત કરવા માટે ગણદેવી પીએસઆઇ તેમની ટીમ સાથે તત્કાલ ધોરણે કાછોલી પહોંચ્યા હતા પરંતુ મામલો વધુ ગરમ જાેઈ તેવો એ નવસારી પોલીસ ને જાણ કરી હતી કોઈ દુઃખદ ઘટના ન ઘટે એટલા માટે નવસારી ડી વાય એસપી એચ જે રાણા જાતે પોલીસ ટીમ સાથે કાછોલી ગામે ઘટના સ્થળે આવી પહોચ્યા હતા. પરંતુ માર ના ભોગ બનેલા ઉશ્કેરાયેલા ટોળાં એ પોલીસ પર પણ પથ્થરમારો કરતા જીવ બચાવવા પોલીસે ભાગવું પડ્યું હતું ડી વાય એસપી રાણા ને માથા ના ભાગે એક પથ્થર વાગતા તેવો ઘાયલ થયા હતા

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution