ગાંધીનગર-

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યુ છે. બજેટ સત્રમાં પ્રશ્નોતરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા રાજ્યની આરટીઓ કચેરીઓમાં મહેકમ અંગે પૂછાયેલા પ્રશ્નનો સરકારે જવાબ આપ્યો છે. સરકારે કહ્યુ કે ૧,૨૦૩ આરટીઓ કચેરીમાં જગ્યાઓ ભરાયેલી છે જ્યારે ૯૮૯ જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યુ છે ત્યારે રાજ્યની આરટીઓ કચેરીમાં ૪૫% જેટલી જગ્યાઓ ખાલી છે. આરટીઓ કચેરીમાં વર્ષોથી મોટાપાયે જગ્યાઓ ખાલી હોવાને કારણે નાગરીકોને વહીવટી કામગીરી સેવાઓ સમયસર મળતી નથી.

અમદાવાદની આરટીઓ કચેરીમાં રાજ્યમાં સૌથી વધુ ૧૫૪ જગ્યાઓ ભરવાની બાકી છે. સુરતમાં પણ ૮૩ જગ્યાઓ ખાલી છે. રાજકોટમાં (૫૭), કચ્છ (૫૪), બનાસકાંઠા (૫૩) અને વલસાડ (૫૧) જગ્યાઓ ભરવાની બાકી છે. આ રીતે રાજ્યમાં લાખો બેરોજગારો વચ્ચે સરકારી નોકરીની રાહ જાેતા લોકોની ઇ્‌ર્ં કચેરીમાં ૯૮૯ જગ્યાઓ ખાલી પડી છે.

અમદાવાદમાં એક બાજુ સૌથી વધુ ખાલી જગ્યા પડી છે બીજી તરફ સૌથી વધુ જગ્યા પણ અમદાવાદ આરટીઓ કચેરીમાં ભરવામાં આવી છે. અમદાવાદ આરટીઓ કચેરીમાં ૧૮૦ જગ્યાઓ ભરવામાં આવી છે. સુરતમાં ૯૩ જગ્યાઓ ભરવામાં આવી છે. બનાસકાંઠામાં પણ ૮૩ જગ્યાઓ ભરવામાં આવી છે.