લંડન-

કોવિડની મહામારીના કારણે જે લોકો બ્રિટનમાંથી પોતાના વતનના દેશમાં ગયા છે તેઓ હાલની સ્થિતિને ધ્યાનમાં લેતાં હજુ પાછા ફર્યા નથી. ટ્રાન્સપોર્ટ કંપનીઓ દ્વારા તાજેતરમાં જારી કરાયેલા એક અંદાજ મુજબ બ્રિટનને હાલ એક લાખ જેટલા ટ્રાક ડ્રાઇવરોની જરુર છેકોવિડની મહામારી અને બ્રેક્સઝિટ જેવા પરિબળોના પરિણામ આજે લંડનના લોકો ભોગવી રહ્યા છે. શહેરના મોટા મોટા સ્ટોર, સુપર માર્કેટ, ગ્રોસરી સ્ટોર અને કન્વિનિયન્ટ સ્ટોરમાં જીવન જરુરી ચીજવસ્તુઓની ભારે તંગી સર્જાઇ છે.

આશ્ચર્યની વાત તો એ છે કે મોટા મોટા સુપર માર્કેટ અને લગભગ દરેક ગ્રોસરી સ્ટોરમાં દૂધ અને પાણીની બોટલો ખલાસ થઇ ગઇ છે. કોવિડની મહામારીના કારણે જીવન જરુરી ચીજવસ્તુઓનો પૂરવઠો પૂરો પાડતી સમગ્ર સપ્લાય ચેઇનની વ્યવસ્થા ખોરવાઇ જતા આ પરિણામ આવ્યું છે. સત્યેન પટેલ નામના ગુજરાતી વેપારીના સેન્ટ્રલ લંડનમાં આવેલાં કન્વિનિયન્ટ સ્ટોરની મોટાભાગની છાજલીઓ આજે ખાલી ખાલી દેખાય છે. ગત સપ્તાહે મારા સ્ટોરમાં કોકા-કોલાની બોટલો ખલાસ થઇ ગઇ હતી. તે ઉપરાંત છેલ્લા ત્રણ સપ્તાહથી મારી પાસે એવિયન બ્રાન્ડની પીવાના પાણીની મોટી સાઇઝની એક પણ બોટલ ઉપલબ્ધ નથી. સ્ટોરમાં પ્રોડક્ટ ન હોવાથી ધંધો પણ થતો નથી. સ્ટોરની મોટાભાગની છાજલીઓ ખાલી દેખાતી હોવાથી ગ્રાહકો પણ આવતા નથી એમ પટેલે કહ્યું હતું. યુકેમાં છેલ્લા કેટલાંક મહિનાથીઓ વિવિધ પ્રકારના માલસામાનની ઉભી થયેલી અછતના કારણે સંખ્યાબંધ વેપાર-ધંધાને ભારે નુકસાન થયું છે. મેકડોનાલ્ડના સ્ટોરમાં મિલ્કશેઇક ખલાસ થઇ ગયા છે તો બીજી બાજુ જુદી જુદી પબમાં બિયરનો જથ્થો જાેવા મળતો નથી. આઇકીયાના સ્ટોરમાં ગોદડાં અને રજાઇની અછત ઉભી થઇ છે તો સમગ્ર શહેરમાં આવેલામ મોટાભાગના સુપર માર્કેટ, ગ્રોસરી સ્ટોર અને કન્વિનિયન્ટ સ્ટોરમાં દૂધ, પીવાના પાણીની બોટલો અને જુદા જુદા ઠંડા પીણાની બોટલોની ભારે તંગી સર્જાઇ છે. અલબત્ત કોરોના વારિસના કારણે સમગ્ર વિશ્વમાં સપ્લાય ચેઇનની વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે, પરંતુ બ્રિટનના કિસ્સામાં તો તેના યુરોપિયન યુનિયનથી થયેલા છૂટાછેડાએ પણ ચીજવસ્તુઓની અછતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. યુરોપિયન યુનિયનમાથી છૂટા પડયા બાદ બ્રિટનની સરકારે ઘડેલા નવા નિયમ મુજબ યુરોપિયન નાગરિકની નિમણૂંક કરવી ખૂબ જ કઠીન છે તેથી માલ-સામાનનું પરિવહન કરનારી ટ્રાન્સપોર્ટ કંપનીઓમાં ડ્રાઇવરોની ભારે અછત ઉભી થઇ છે. યાદ રહે કે આ ટ્રાન્સપો૪ટ કંપનીઓ જ બ્રિટનને મોટાભાગનો માલસામન પહોંચાડે છે.