કોરોનાના કારણે આજથી વલસાડ જિલ્લામાં દસ દિવસનું લોકડાઉન રહેશે
20, એપ્રીલ 2021

વલસાડ,  વલસાડ જિલ્લા માં મોત નો તાંડવ કરી રહેલ ઘાતક કોરોના વાઇરસ લોકો ને સંક્રમિત કરવા માટે જીવલેણ જાળ બિછાવીને બેઠો છે અને લોકો સરકારી ગાઈડ લાઈનનો ઉલ્લંઘન કરી કોરોનાની જાળમાં ખૂબ જ સરળતાથી ફાંસાઈ રહ્યા છે કોરોના નો સંક્રમણ બાદ દરદી ને બાકી ની કસર સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ દરદીઓ પ્રત્યે બેદરકારી રાખી પુરી કરી દેતા દરદી મોત ના મુખ માં જતો રહે છે દરરોજ ૩૦ થી ૩૫ દરદીઓ ના મરણ થતા વલસાડ જિલ્લાને કોરોના થી ઉગારવા જિલ્લા કલેકટર આર આર રાવલે રવિવારે વલસાડ જિલ્લા ના વેપારી એસોસિયેશન, મેડિકલ એસોસિયેશન,પોલીસ પ્રશાસન, બિલ્ડર એસોસિયેશન સહિત અનેક સેવાભાવી સંસ્થાઓ અને આરોગ્ય કર્મીઓ સાથે બેઠક કરી હતી જેમાં કોરોના થી બચવા માટે લોકડાઉનની વાત પર લોકો એ સમર્થન આપ્યું હતું લોકો દ્વારા લોકડાઉન ને સમર્થન હોવાને કારણે વલસાડ જિલ્લાને આજરોજ એટલે કર મંગળવાર થી આવતા દશ દિવસ સુધી સ્વૈચ્છિક રીતે લોકડાઉન ની જાહેરાત કરાઈ છે.આ લોકડાઉન દરમિયાન જરૂરી આવશ્યક ચીજવસ્તુઓ ની સેવાઓ મળી રહેશે. છતાં પણ લોકડાઉન ની વાત જાહેર થતા જ વલસાડ જિલ્લાભરમાં લોકો બજાર કરવા ઉમટી પડ્યા હતા વાપી, ઉમરગામ, ભિલાડ, પારડી, ધરમપુર સહિત વલસાડ ની બજારમાં માનવપુર આવ્યું હોય તેમ પ્રતીત થઈ રહ્યું હતું લોકો કોરોનાને અવગણી શાક માર્કેટો માં ખરીદી કરતા નજરે પડ્યા હતા. અનેક વેપારીઓ સહિત ખરીદદારો માસ્ક તેમજ સોસીયલ ડિસ્ટન્સના પાલન કરવાનું ભૂલ્યા હતા. કોરોનાની ચેન તોડવા જિલ્લા ને દશ દિવસ સુધી લોકડાઉન કરવા માં આવ્યું છે પરંતુ લોકો ની ભીડ સરેઆમ કોરોના ને લાલ જાજમ બિછાવી આવકારી રહ્યું હોય તેમ સ્પષ્ટ થઈ રહ્યું હતું.આ લોકડાઉન નો અનેક વેપારીઓ એ છૂપો વિરોધ પણ કરી રહ્યા છે. બીજી બાજુ પ્રજા માં સંતુષ્ટતા ન હોવા થી પ્રજા માર્કેટ માં ઉતરી આવી કોરોનાનો કામ સરળ કરી આપ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution