14, ઓક્ટોબર 2020
નવરાત્રીમાં મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની થાય છે પૂજા. નવરાત્રીમાં માની પૂજા કરવામાં આવે છે. નવ દિવસના આ પર્વમાં માતાજીના નવ સ્વરૂપની પૂજા થાય છે. ત્યારે જાણા માતાજીના આ નવ સ્વરૂપો વિષે અને તેના મહત્વ વિષે. નવરાત્રી ના પહેલા દિવસે માતા શૈલપુત્રી ની પૂજા થાય છે. મા પાર્વતી માતા શૈલપુત્રીનું અને હિમાલય રાજાની પુત્રી છે. માતા નંદીની સવારી કરે છે. તેમના જમણા હાથ માં ત્રિશૂળ અને ડાબા હાથ માં કમળ નું ફૂલ છે. નવરાત્રી ના પહેલા દિવસ લાલ રંગનું મહત્વ હોય છે. નવરાત્રીના પહેલા દિવસે ઘટસ્થાપના પૂજનનું પણ વિધાન છે.
નવરાત્રીનો બીજો દિવસ માતા બ્રહ્મચારિણીની પૂજા થાય છે. માતા બ્રહ્મચારિણી માતા દુર્ગા નું બીજું સ્વરૂપ છે. એવું કહેવા માં આવે છે કે જ્યારે માતા પાર્વતી અપરિણિત હતી ત્યારે તેમને બ્રહ્મચારિણીના રૂપે ઓળખવામાં આવતા હતા.
નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટા ન પૂજા થાય છે. નવરાત્રી ના ત્રીજા દિવસ માતા ચંદ્રઘંટા ની પૂજા કરવા માં આવે છે. પૌરાણિક કથા મુજબ એવું માનવા માં આવે છે કે મા પાર્વતી અને ભગવાન શિવ ના વિવાહની દરમિયાન તેમનું આ નામ પડ્યું હતું. નવરાત્રી ના ત્રીજા દિવસે પીળા રંગ ને મહત્વ આપવા માં આવે છે.
નવરાત્રીના ચોથા દિવસે મા કૂષ્માંડા ની આરાધના થાય છે. શાસ્ત્રોમાં માતાના રૂપ નું વર્ણન કરતાં જણાવવા માં આવ્યુ છે કે માતા કૂષ્માંડા વાઘની સવારી કરે છે અને તેમની આઠ બાજુઓ છે. પૃથ્વી પર થનારી લીલોતરી માતા ના સ્વરૂપ ના લીધે છે એટલે આ દિવસે લીલા રંગનું મહત્વ હોય છે.
નવરાત્રીના પાંચમા દિવસે મા સ્કંદ માતાની પૂજા થાય છે. પૌરાણિક શાસ્ત્રો મુજબ ભગવાન કાર્તિકેય નું એક નામ સ્કંદ પણ છે. સ્કંદ ની માતા હોવા ને લીધે માતાનું આ નામ પડ્યું છે. તેમની ચાર બાજુઓ છે.
નવરાત્રી ના આઠમાં દિવસે માતા કાત્યાયનીની પૂજા થાય છે. માતા કાત્યાયની દુર્ગા નું સ્વરૂપ છે અને નવરાત્રી ના આઠમાં દિવસે માતા ના આ રૂપ ને પૂજવામાં આવે છે. માતા કાત્યાયની સાહસ નું પ્રતિક છે. તે શેર પર સવાર હોય છે અને તેમની ચાર બાજુઓ છે. આ દિવસે કેસરી કલર નું મહત્વ હોય છે.
નવરાત્રી ના સાતમા દિવસે માતા કાલરાત્રિ ની પૂજા થાય છે. નવરાત્રી નું સાતમુ દિવસ માતા ના ઉગ્ર રૂપ માતા કાલરાત્રિની આરાધનાનું હોય છે. મા કાલીના સ્વરૂપની આ દિવસે પૂજા થાય છે.
માતા મહાગૌરીની આરાધના નવરાત્રીના આઠમા દિવસે થાય છે. મહાગૌરી ની પૂજા નવરાત્રી ના આઠમાં દિવસે થાય છે. માતાનું આ રૂપ શાંતિ અને જ્ઞાન ની દેવીનું પ્રતીક છે.
નવરાત્રી ના અંતિમ દિવસે માતા સિદ્ધિદાત્રી ની આરાધના થાય છે. એવું કહેવા માં આવે છે કે જે કોઈપણ માતાના આ સ્વરૂપની આરાધના કરે છે તેને ત્યાં લક્ષ્મીનો વાસ થાય છે.