સુરત-

સુરત શહેરની વધુ એક ઓળખ મળી છે શહેરમાં ગંદા પાણીમાંથી નાણાં ઊભા કરનાર સુરતની સિદ્ધિમાં વધારો થતા સુરત રાજ્યનું પ્રથમ એવું શહેર બન્યું છે જેને સ્વચ્છતા સર્વેક્ષણ 2021 અંતર્ગત વોટર પ્લસ જાહેર કરવામાં આવ્યું હોય. કેન્દ્ર સરકારે સુરતે વોટર પ્લસ જાહેર કરતા ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતવાસીઓને ટ્વીટ કરી અભિનંદન આપ્યા હતા.


સુરત શહેરને મળ્યું વોટર પ્લસનું સર્ટિફિકેટ મહત્વનું છે કે ભારત સરકારના શહેરીકાર્ય અને આવાસ મંત્રાલય દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2021 હેઠળ વોટર પ્રોટોકોલ સર્ટિફિકેશનના 700 માર્ક્સ નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં વોટર પ્લસ પ્રોટોકોલનો હેતુ શહેરો અને નગરો દ્વારા ગંદા પાણીની વૈજ્ઞાનિક તરીકે પ્રોસેસ કરી તેનો નિકાલ થાય અને પર્યાવરણ જળસૃષ્ટિને નુકસાન ન પહોંચે તે રીતે તેનો નિકાલ કરવામાં આવે છે. જેમાં સુરત શહેરે બાજી મારી જતા સમગ્ર રાજ્યમાં સુરત એવું એક માત્ર શહેર બન્યું છે જેમાં વોટર પ્લસ પ્રોટોકોલમાં જે પેરામીટર્સ બનાવવામાં આવ્યા છે, તેનું સારી રીતે પાલન કરવામાં આવ્યું હોય. જેમાં સુરત શહેરે બાજી મારી લીધી છે. સુરત શહેરને મળ્યું વોટર પ્લસનું સર્ટિફિકેટ મળતા સુરતવાસીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2020ની ચકાસણીમાં કેન્દ્રની ટીમે 92 જગ્યાઓનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં શૌચાલય, વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ, રસ્તાઓનું નિરીક્ષણ કર્યું હતું જે બાદ તમામ પરીક્ષણોના અંતે સુરતને વોટર પ્લસ સર્ટિફિકેટ મળ્યું છે.