ગુજરાતની આ દીકરી એ જીત્યો દિલ્હી માં મિસિસ ઇન્ડિયા નો ખિતાબ
08, સપ્ટેમ્બર 2021

અમદાવાદ-

છેલ્લા બે વર્ષ થી કોરોના ના પુરા વિશ્વ માં આવેલા કહેર ના કારણે સૌ પોત પોતાના ઘર માં રહી ને આ રોગ ના થાય અને પરિવાર ની સ્વસ્થતા જળવાઈ રહે તેવા ઉપાયો કરતા હતા. આ લોકડાઉન ના સમય માં લોકો એ પોતાના પરિવાર સાથે જ સમય વિતાવ્યો અને પોતાના શોખ ઘરે બેઠા કઈ રીતે પુરા કરી શકે તેવા પ્રયોગો કર્યા. કોરોના ની રસી ની શોધ થઈ અને ભારત માં રસીકરણ બાદ લોકડાઉન ખુલ્યું ત્યારે મહિલાઓ પણ પરિવાર ની જવાબદારીઓ ની સાથે સાથે પોતાના શોખ પણ પુરા કરી શકે તે માટે દેશ માં અલગ અલગ કાર્યક્રમો ચાલુ થયા.

કલાનગરી તરીકે ઓળખાતા શહેર ભાવનગર ની એક દીકરી એ સ્વપ્ન જોયું કે તે ફેશન ઇન્ડસ્ટ્રી માં કઈ કરી બતાવવા માંગે છે અને તેણે નેશનલ લેવલ ની એક ફેશન પેજન્ટ ઇવેન્ટ માટે ઓડિશન આપ્યું. ક્લિનિકલ સાયકોલોજીસ્ટ અને એક નાનકડી દીકરી ની મમ્મી સાથે જ એક કુશળ ગૃહિણી દિગવાસા ગોહિલ સિંગ કે જેઓ એ દિલ્હી ખાતે યોજાનાર આ નેશનલ લેવલ ની પેજન્ટ ઇવેન્ટ માં ભાગ લીધો અને પુરા ભારત માં થી ભાગ લેવા આવેલ મહિલાઓ માંથી દિગવાસા ગોહિલ સિંગ ને મિસિસ ઇન્ડિયા ફિટેસ્ટ બોડી અને મિસિસ ઇન્ડિયા ઇન્ટેલિજન્ટ વુમન 2021 ના ખિતાબ થી નવાજવામાં આવ્યા છે. ભાવનગર માટે આ ગૌરવ ની વાત કહી શકાય કે નેશનલ લેવલ ની ઇવેન્ટ માં ગુજરાત ના આ જીલ્લા ના પ્રતિનિધિ એ ભાગ લઈ ને 2 ટાઇટલ જીત્યા છે. આ નેશનલ લેવલ ની પેજન્ટ ગઈ 8 મી ઓગસ્ટ ના રોજ હયાત રેજન્સી દિલ્હી ખાતે યોજાઈ હતી જેમાં અલગ અલગ રાજ્યો માંથી 30 જેટલા સ્પર્ધકો ફાઈનલ માં પહોંચ્યા હતા, આ સ્પર્ધામાં દિગવાસા ગોહિલ સિંગ એ ગુજરાતની લોકસંસ્કૃતિ ને ઉજાગર કરતા વસ્ત્રો જેમકે ચણિયાચોળી અને સાડી પહેરી ને ભાગ લીધો હતો જે આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા. ગીત સંગીત અને નૃત્ય ના રાઉન્ડમાં તેમણે ગુજરાત ના પ્રખ્યાત ડાકલા નૃત્ય રજૂ કર્યું હતું. દિગવાસા ગોહિલ સિંગ ભાવનગર ના હિલડ્રાઇવ વિસ્તારમાં પોતાની 3 વર્ષ ની નાની દીકરી અને પતિ સાથે રહે છે અને ભવિષ્યમાં પણ ફેશન અને મોડલિંગ ક્ષેત્ર માં આગળ વધવા માંગે છે.દિગવાસા ગોહિલ સિંગ મૂળ ભાવનગર ના રહેવાસી છે અને તેમના પતિ ભારતીય નેવી ના પૂર્વ ઓફિસર અને હાલ માં એલ.આઈ.સી. માં કાર્ય કરી રહ્યા છે. દિગવાસા ગોહિલ સિંગ ની એક નાની દીકરી છે ત્યારે ઘર ની અને માતા પિતા ની જવાબદારી પણ ખૂબ કુશળતા થી નિભાવતા સાથે આ પ્રકાર ની સ્પર્ધા માં ભાગ લઈ ને આ ટાઇટલ મેળવ્યા તે માટે પરિવાર માં ખુશી ની લાગણી પ્રસરી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution