ગુજરાતની આ દિકરીએ અમેરિકામાં મિસિસ ઇન્ડિયા મિશિગન ટાઇટલ મેળવ્યું
07, જુલાઈ 2021

જૂનાગઢ-

જૂનાગઢની એક દીકરી જે હાલ એમરિકામાં મેડીકલ પ્રેક્ટીસ કરી રહી છે, તેમણે અહીના મિશીગન રાજ્યમાં મિસિસ ઇન્ડિયા મિશીગન ટાઈટલ મેળવીને સોરઠનું ગૌરવ વધાર્યું છે, હવે આગામી ૧૬ જુલાઈએ મિશીગન તરફથી ન્યુજર્સીમાં મિસિસ ઇન્ડિયા અમેરિકામાં ભાગ લેવા જશે.

જૂનાગઢના પૂર્વ નગરસેવક અને સામાજિક કાર્યકર શશીકાંત દવે અને જયાબેન દવેની દોહિત્રી ડો.પાયલ શાહ (ઓઝા) રાજકોટ ખાતે તબીબી ડિગ્રી મેળવીને હાલ અમેરિકામાં ડેટ્રોઈટ ખાતે મેડીકલ પ્રેક્ટીસ કરે છે, તેમણે તાજેતરમાં અહીના મિશીગન રાજ્યમાં યોજાયેલ મિસિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લઈને અલગ-અલગ પાંચ રાઉન્ડમાં પરિચય, ભારતીય પરિધાનમાં રેમ્પ વોક, વેસ્ટર્ન પરિધાનમાં રેમ્પ વોક, ટેલેન્ટ શો અને જજીસ દ્વારા પ્રશ્નોતરીમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન મેળવી મિસિસ ઇન્ડિયા મિશીગન ટાઈટલ મેળવ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution