આપણે બહારના જે પણ ચટકારા કરીએ છે તેમાં મોટાભાગની વસ્તુઓ મેદામાંથી બનેલી હોય છે. સમોસા કચોરીથી લઈને પાણી પુરીની પુરી અને બેકરી આઈટ્મસ પણ મેદામાંથી જ બને છે. પણ શું તમે જાણો છો કે, મેદો આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. જી હાં, મેદો પાચનતંત્ર અને પેટના રોગો પણ વધારે છે. તેમ છતાં લોકો મેદાની વસ્તુઓ ખાવનું છોડતાં નથી. જેથી આજે અમે તમને આ લોટના ગંભીર નુકસાન જણાવીશું.

કેમ નુકસાનકારક છે મેદો?

મેદો અને ઘઉંનો લોટ બંને ઘઉંમાંથી જ બને છે પણ તેને તૈયાર કરવાની રીત એકદમ જુદી છે. ઘઉંનો લોટ તૈયાર કરવામાં ઘઉંની ઉપરનું ગોલ્ડન પડ કાઢવામાં આવતું નથી, આ પડ ડાયટરી ફાયબરનો બેસ્ટ સોર્સ છે. લોટને થોડો કરકરો દળવામાં આવે છે જેથી ઘઉંમાં રહેલાં બધાં જ પોષક તત્વો નષ્ટ થતાં નથી. જ્યારે મેદો બનાવવા માટે ઘઉંના ઉપરના ગોલ્ડન પડને કાઢી દેવામાં આવે છે પછી માત્ર સફેદ ભાગને એકદમ ઝીણું દળવામાં આવે છે. તેનાથી ઘઉંના બધાં જ પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. સાથે જ મેદાનો સફેદ ચમક આપવા માટે તેને કેલ્શિયમ ડાઈ ઓક્સાઈડ, ક્લોરીન ડાઈ ઓક્સાઈડથી બ્લીચિંગ પણ કરવામાં આવે છે. આ કેમિકલ્સ સ્વાસ્થ્ય માટે બહુ જ ખરાબ સાબિત થાય છે.

મેદા ખાવાના નુકસાન :-

પેટને પહોંચાડે છે નુકસાન :

મેદો બહુ જ ચિકણો અને સ્મૂધ હોય છે. તેમાં ડાયટરી ફાયબર ન હોવાથી તે પડવામાં ભારે પડે છે. જેના કારણે તે આંતરડામાં ચોંટી જાય છે અને ઘણી બીમારીઓ થવાનો ખતરો પણ વધારે છે. તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા પણ વધે છે.

ગઠિયા અને હાર્ટ માટે નુકસાનકારક

મેદો અને તેની બનાવટો ખાવાથી બ્લડમાં શુગર લેવલ વધી જાય છે અને બ્લડમાં ગ્લુકોઝ જામવા લાગે છે. જેના કારણે ગઠિયા અને હાર્ટ ડિસીઝનો ખતરો વધે છે.

ડાયાબિટીસ :

મેદામાં હાઈ ગ્લાઈસેમિક ઈન્ડેક્સ હોય છે. જે શુગર લેવલને તરત વધારે છે. આ પેન્ક્રિયાઝ માટે પણ નુકસાનકારક છે. ડાયાબિટીસના દર્દીઓએ મેદાથી દૂર જ રહેવું જોઈએ.

હાડકાંઓ નબળા બનાવે છે

મેદાને તૈયાર કરતી વખતે તેમાંથી બધાં જ પોષક તત્વો નીકળી જાય છે. જેના કારણે તે એસિડિત બની જાય છે. આ હાડકાંઓમાં કેલ્શિયમ એબ્સોર્બ કરતાં રોકે છે. જેના કારણે હાડકાંઓ નબળા થવા લાગે છે.

ઈમ્યૂન સિસ્ટમ :

મેદો ખાવાથી ઈમ્યૂન સિસ્ટમ નબળી થવા લાગે છે. જેના કારણે બીમારીઓ થવાનો ખતરો પણ વધી જાય છે. જેથી સ્વસ્થ રહેવું હોય તો મેદો બને એટલો ઓછો ખાવો જોઈએ.

ફૂડ એલર્જી :

મેદામાં બહુ વધારે પ્રમાણમાં ગ્લૂટેન હોય છે. જેથી તેને ખાવાથી ઘણાં લોકો ફૂડ એલર્જીની સમસ્યા પણ જોવા મળે છે.