સામગ્રી:

1 1/2 કપ તૈયાર ગાંઠિયા,2 ટેબલસ્પૂન તેલ,1/2 ટીસ્પૂન રાઇ,3/4 કપ તાજું દહીં,એક ચપટીભર હીંગ,1/4 ટીસ્પૂન હળદર,1 ટીસ્પૂન મરચાં પાવડર,મીઠું (સ્વાદાનુસાર)

સજાવવા માટે:

2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર

બનાવવાની રીત:

એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ ઉમેરો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં દહીં, હીંગ, હળદર, મરચાં પાવડર, મીઠું અને12 કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 2 થી 3 મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.પીરસવાના સમય પહેલા, તેમાં ગાંઠીયા ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવીને રાંધી લો.કોથમીર વડે સજાવીને તરત જ પીરસો.