03, ઓગ્સ્ટ 2021
દિલ્હી-
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) નાં 10 માં વર્ગનાં વિદ્યાર્થીઓ તેમના પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ધોરણ 12 નું પરિણામ જાહેર થયા બાદ હવે ધોરણ 10 નું પરિણામ આજે (મંગળવારે) બપોરે 12 વાગ્યે જાહેર થશે.
આપને જણાવી દઇએ કે, CBSE નું 2021 નું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in અને cbseresults.nic.in પર ઓનલાઈન મોડમાં જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમના રોલ નંબર, સેન્ટર નંબર, સ્કૂલ નંબર અને એડમિટ કાર્ડની વિગતો દાખલ કરીને પોતાનું પરિણામ ચકાસી શકે છે. નોંધનીય છે કે આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ કોરોના વાયરસ મહામારીનાં કારણે રદ કરવામાં આવી હતી. તેથી વિદ્યાર્થીઓને તેમના રોલ નંબર સાથે કોઈ એડમિટ કાર્ડ મળ્યું નથી. CBSE બોર્ડે તાજેતરમાં વિદ્યાર્થીઓને રોલ નંબર આપવા માટે વિન્ડો સક્રિય કરી છે. વેબસાઇટ પર પરિણામ તપાસવા માટે રોલ નંબર જરૂરી રહેશે.
તમે તમારુ પરિણામ આ વેબસાઇટ પર જોઇ શકો છો
cbse.gov.in
cbseresults.nic.in
પરિણામ કેવી રીતે તપાસવું
પહેલા સત્તાવાર વેબસાઇટ cbse.nic.in, cbseresults.nic.in પર જાઓ.
ધોરણ 10 નાં પરિણામ સાથે સંબંધિત લિંક પર ક્લિક કરો.
રોલ નંબર દાખલ કરીને સબમિટ કરો અને માહિતીની સબમિટ કરો.
ધોરણ 10 નું પરિણામ સ્ક્રીન પર તમારી સામે હશે.
જેને તમે ડાઉનલોડ કરી શકો છો.