વાળને મૂળથી મજબૂત બનાવવાની સાથે કેન્સર અને ડિપ્રેશનમાં લાભકારી છે આ ઔષધીય ડ્રિંક!
04, જુલાઈ 2020

ડેઈલી લાઈફમાં કેસરનું સેવન અનેક હેલ્થ પ્રોબ્લેમ્સને દૂર કરવામાં મદદ મળે છે. તેની તાસીર ગરમ હોવાને કારણે શિયાળામાં તેનો ઉપયોગ વધુ કરવામાં આવે છે. જોકે, ઓછી માત્રામાં દરેક સીઝનમાં કેસરનું સેવન લાભદાયક હોય છે. કેસરમાં ઔષધીય ગુણોથી ભરપૂર કેસર ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં આરામ આપે છે. જેથી આજે અમે તમને રોજ કેસરવાળું પાણી પીવાના લાભ જણાવી રહ્યાં છીએ.

આ છે ફાયદા

કેસરનું પાણી પીવાથી ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ મળી રહે છે. જે મહિલાઓને પીરિયડ્સથી લઈને બ્યૂટી પ્રોબ્લેમ્સ દૂર કરવા હોય તેણે રોજ આ ઉપાય કરવો. સાથે જ તેમાં વિટામિન એ, ફોલિક એસિડ, પોટેશિયમ, કેલ્શિયમ, મેંગ્નીઝ, સેલેનિયમ, ઝિંક અને મેગ્નેશિયમ જેવા તત્વો પણ મળી રહે છે. તે કેન્સર અને ડિપ્રેશન સામે પણ રક્ષણ કરે છે. કેસરમાં રહેલાં ઔષધીય ગુણ સ્કિનને ડિટોક્સ કરે છે અને સાથે જ સ્કિનને ગ્લોઈંગ બનાવવામાં પણ મદદ કરે છે. કેસરનું પાણી પીવાથી ખીલ, એક્ને જેવી સમસ્યાઓ જડથી દૂર થઈ જાય છે.  

સીઝનમાં ફેરફારની સાથે જ વાળ ખરવાની સમસ્યા શરૂ થઈ જાય છે. જેથી કેસરનું પાણી આ સમસ્યામાં રામબાણનું કામ કરે છે. તેના સેવનથી ન માત્ર વાળ ખરતાં બંધ થઈ જાય છે પણ વાળ મજબૂત અને શાઈની પણ બને છે.

રોજ કેસરનું પાણી પીવાથી શરીરને ગરમાવો મળે છે અને શરદી, ખાંસી અને ઈન્ફેક્શન જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે. તમે ઈચ્છો તો દિવસમાં બેવાર પણ તેનું સેવન કરી શકો છો.

જે મહિલાઓને હેવી પીરિયડ્સની સમસ્યા રહેતી હોય તેમણે આ કેસરનું પાણી અચૂક પીવું. તેનાથી ગજબના ફાયદા થશે. PCOSની સમસ્યામાં પણ તે ફાયદાકારક છે. તેનાથી પીઠ, કમર અને શરીરના દુખાવામાં પણ રાહત મળે છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution