ગુજરાતની આ પાલિકાએ શહેરની હોટલ રેસ્ટોરન્ટનો વેરો માફ કર્યો, જાણો કેમ
14, સપ્ટેમ્બર 2021

સુરત-

સુરત મહાનગરપાલિકા કોરોનાની મહામારીને કારણે હોટલ, રેસ્ટોરન્ટ તથા એમ્યુઝમેન્ટ અને સિનેમાગૃહનો વેરો માફ કરવાની જાહેરાત કરી હતી. આ કેટેગરીમાં આવતી ૨૮૦૦ મિલકતનો મહાનગરપાલિકાએ ૨૦ કરોડ જેટલો વેરો માફ કર્યો છે. કોરોનાને કારણે હરવા-ફરવાના સ્થળો અને લોકો ભેગા થાય તેવા સ્થળો પર પાલિકાએ પ્રતિબંધ મૂક્યો હતો જેના કારણે વેરામાફી જાહેર કરવામાં આવી હતી.મહાનગરપાલિકાએ ૯૯૫ કરોડના વેરાના બિલ ઇસ્યુ કર્યા હતા જેની સામે અત્યાર સુધીમાં ૪૮૫ કરોડનો વેરો વસૂલાયો છે. કોરોનાની મહામારીને પગલે સુરત મહાનગરપાલિકાએ હોટેલ, રેસ્ટોરન્ટ અને સિનેમાગૃહો પાસે ૨૦ કરોડનો વેરો માફ કર્યો છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં મિલકત વેરા માટે ૧,૫૩૫ કરોડના માંગળા સામે ૯૯૫ કરોડના બિલ ઇસ્યુ કર્યા હતા. જેમાંથી આજદિન સુધીમાં ૪૮૫ કરોડના વેરાની વસૂલાત થઈ ચૂકી છે. સુરત મહાનગર પાલિકા દ્વારા વેરા માટે ભેટ આપવામાં આવતું હોય એપ્રિલ અને મે મહિનામાં ૧૩૦ કરોડના વેરાની વસૂલાત થઈ હતી. અને હાલમાં આ આંકડો ૪૮૫ કરોડ પર પહોંચી ગયો છે. આગામી દિવસોમાં વધુ ને વધુ વેરા વસૂલાત ઝડપી બને તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution