શૈક્ષણિક સ્તરથી માંડી તમામ ક્ષેત્રે અત્યંત ભયાનક રીતે કથળેલી મ.સ.યુનિ.ની હવે આ ઓળખ છે કે જ્યાં કેમ્પસમાં વિદ્યાર્થીઓ ખૂલ્લેઆમ તલવારો લઈને ફરે છે. માત્ર ને માત્ર આકાઓની મહેરબાનીથી નીમાયેલા અને તમામ રીતે સંપૂર્ણ નિષ્ફળ જ નહીં શરમજનક રીતે નિષ્ફળ ગયેલા અને પોતાને નરેન્દ્ર મોદી માનતા જ વા.ચા. વિજયકુમાર શ્રીવાસ્તવને બચાવનારાઓ યુનિ.ની. આ હાલત માટે વધુ જવાબદાર છે.