અમદાવાદ-

ગુજરાતમાં હાલ કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે સાબરકાંઠાના પોલો ફોરેસ્ટમાં જાહેરનામું લંબાવાયું છે. જેને લઇને ડિસેમ્બર મહિનાના તમામ શનિ-રવિ પ્રતિબંધ રહેશે અને સાથે જાહેર રજાના દિવસ પણ બંધ રાખવામાં આવશે. મળતી માહીતી મુજબ કોરોનાનું સંક્રમણ વધતા સાબકાંઠાના પોલો ફોરેસ્ટમાં જાહેરનામું લંબાવી દેવામાં આવ્યું છે. જેમાં ડિસેમ્બર મહિનાના તમામ શનિ-રવિ પ્રતિબંધ રહેશે. આ સાથે જાહેર રજાના દિવેસ પણ પોલો ફોરેસ્ટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે તેમજ 31 ડિસેમ્બરની આસપાસ મોટી સંખ્યામાં લોકો અહીં આવતા હોય તેને લઇને નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દિવાળી અગાઉ જ પોલોના જંગલ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. જેમાં 14થી 22 નવેમ્બર અને 28થી 30 દરમિયાન પ્રતિબંધ જાહેર કરાયો હતા. કોરોના મહામારીના પગલે સ્થાનિક વિસ્તારમાં સંક્રમણ રોકવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.