અમદાવાદ-

યુજી-પીજીમાં પ્રથમ વર્ષને બાદ કરતા અન્ય વર્ષના વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૃ થયાને બે મહિના થઈ ગયા છે. બી.એમાં સેમેસ્ટર ૧થી૬ અને પીજીમાં એ.એના સેમેસ્ટર ૧થી૪માં ચાલુ વર્ષે ફિલોસોફી અને હિસ્ટ્રી એમ બંને સબ્જેક્ટમાં નવા અભ્યાસક્રમો લાગુ કરાયા છે.હિસ્ટ્રી સાથે બી.એ અને એમ.એ કરતા વિદ્યાર્થીઓને તેમજ ફિલોસોફી સાથે બી.એ અને એમ.એ કરતા વિદ્યાર્થીઓને આ વર્ષથી નવો કોર્સ ભણવાનો રહેશે.યુનિ.દ્વારા તમામ આર્ટસ કોલેજાેને આ મુદ્દે પરિપત્ર કરીને નવો અભ્યાસક્રમ ભણાવવા સૂચના અપાઈ છે. જાે કે બી.એમાં સેમેસ્ટર ૪થી૬માં અને એમ.એમાં સેમેસ્ટર ૩થી૪માં તો જુન મહિનાથી ભણાવવાનું પણ શરૃ થઈ ગયુ છે ત્યારે ત્રણ મહિના બાદ નવા અભ્યાસક્રમ લાગુ કરાતા વિદ્યાર્થીઓએ અત્યાર સુધી જુનો અભ્યાસક્રમ ભણ્યો છે તો તેનું શું તેવી ફરિયાદો વિદ્યાર્થીઓએ ઉઠાવી છે.ગુજરાત યુનિ.દ્વારા આ વર્ષથી બી.એ અને એમ.ના તમામ સેમેસ્ટરમાં બે વિષયમાં નવા કોર્સ લાગુ કરવામા આવ્યા છે.આ બાબતે તમામ આર્ટસ કોલેજાેને નવા અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને ભણાવવા પરિપત્ર પણ કરી દેવાયો છે.