આ વર્ષે મકાઇનો ભાવ પ્રતિ ૧૦૦ કિલોએ રૂ.૧૪૨૫ થી રૂ.૧૯૫૦ રહેવાની સંભાવના
10, ઓગ્સ્ટ 2020

આણંદ, તા.૯ 

ભારતમાં મકાઈને સૌથી વધુ આનુવંશિક ઉપજની સંભાવનાને કારણે અનાજની રાણી કહેવામાં આવે છે. યુએસએ, ચીન, બ્રાઝિલ, ભારત વગેરે મકાઈના મોટા ઉત્પાદકો છે. મોટી સંખ્યામાં ઔદ્યોગિક ઉત્પાદનો જેમ કે સ્ટાર્ચ ઉદ્યોગ, મકાઈ તેલનું ઉત્પાદન વગેરે માટે મકાઈનો નોંધપાત્ર ઉપયોગ કરવામાં આવે છે. ભારત નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ વગેરે દેશોમાં મકાઈની નિકાસ કરે છે. આ વર્ષે ભારતમાં મકાઇનો ભાવ પ્રતિ ૧૦૦ કિલોએ રૂ.૧૪૨૫ થી રૂ.૧૯૫૦ રહેવાની સંભાવના છે.

ભારતમાં મકાઈનું ઉત્પાદન વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન નોંધપાત્ર રીતે વધ્યું છે. અને વર્ષ ૨૦૧૮-૧૯ના ૨૭૭.૨ લાખ ટનની સરખામણીમાં લગભગ ૨૮૯.૮ લાખ ટન રહ્યું છે. ભારતમાં જૂન ૨૦૨૦ સુધી મકાઇમાં ખરીફની વાવણી ૪૫.૫૮ લાખ હેક્ટર હતી. ગુજરાતમાં, વર્ષ ૨૦૧૯-૨૦ માં મકાઈનું ૪૩.૭૭ લાખ હેક્ટર વાવેતરની (ત્રીજો આગોતરો અંદાજ, કૃષિ નિયામક નિયામક, ગુજરાત) સરખામણીએ ગયા વર્ષ ૨૦૧૮-૧૯માં ૪૦.૯૨ લાખ હેક્ટર (સુધારેલ અંતિમ આગોતરો અંદાજ, કૃષિ નિયામક નિયામક, ગુજરાત)નોંધાયેલ હતું. ગુજરાતમાં વર્ષ ૨૦૧૯-૨૦માં મકાઈના ઉત્પાદનનો અંદાજ ૭૯.૮૭ લાખ ટન જેટલો છે જેની સરખામણીએ વર્ષ ૨૦૧૮-૧૯ માં ૮૦.૨૬ લાખ ટન હતો. જૂન ૨૦૨૦ માં ગુજરાતમાં મકાઈનું ક્ષેત્રફળ લગભગ ૧.૬૪ લાખ હેક્ટર જેટલું હતું. જેની સરખામણીએ વર્ષ ૨૦૧૯-૨૦માં ૦.૫૭ લાખ હેક્ટર જેટલી છે.

ઉપરોક્ત ઉત્પાદન આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ અને સ્થાનિક બજારની વિગતો ધ્યાનમાં લઈને સેન્ટર ઓફ એગ્રિકલ્ચર માર્કેટિંગ ઇન્ટેલિજેન્સ નાહેપ-કાસ્ટ પ્રોજેક્ટ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદની સંશોધન ટીમ દ્વારા દાહોદ માર્કેટ યાર્ડમાં મકાઈના ગત વર્ષોના માસિક ભાવ વિશ્લેષણ કરેલ છે. જેના તારણ પરથી અનુમાન છે કે મકાઈનો ભાવ ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૦ દરમિયાન રૂ. ૧૪૨૫ થી રૂ. ૧૯૫૦ પ્રતિ ૧૦૦ કિલો. (૨૮૫ - ૩૯૦ રૂપિયા/૨૦ કિગ્રા) રહેવાની સંભાવના છે.વર્ષ ૨૦૧૭-૧૮માં મકાઇ નિકાસ ૭.૦૫ લાખ ટન હતી. જે વર્ષ ૨૦૧૮-૧૯માં વધીને ૧૦.૫૧ લાખ ટન થઈ હતી. ૨૦૧૭-૧૮માં મકાઇની આયાત ૩૦.૬૯ હજાર ટન હતી. જે ૨૦૧૮-૧૯માં વધીને ૮૬.૦૨ હજાર ટન થઈ હતી. ગુજરાતના બજારોમાં ઓક્ટોબર ૨૦૧૮ માં ક્વિન્ટલ દીઠ મકાઈના ભાવ આશરે રૂ. ૧૪૬૦ લગભગ હતોસરકારે મકાઈની આયાત ડ્યૂટી ઘટાડવાનો ર્નિણય લેતાં ખેડુતો નાખુશ છે. સ્થાનિક ભાવો વચ્ચે ૨૩ મી જૂનના રોજ જાહેરનામામાં સરકારે ટેરિફ રેટ ક્વોટા યોજના અંતર્ગત પ્રત્યેક ૧૫ ટકાની રાહત કસ્ટમ ડ્યૂટી પર ૫ લાખ મેટ્રિક ટન મકાઈની આયાત કરવાની મંજૂરી આપી છે. કોવિડ -૧૯ લોકડાઉન થયા પછી દેશમાં મકાઈના ઘરેલું ભાવો તૂટી પડતાં આ સૂચનાથી દેશભરમાં મકાઈના ખેડુતોમાં ખળભળાટ મચી ગયો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution