અરવલ્લી-

જિલ્લાની મોડાસામાં રહેતી નિલાંશી પટેલે લાંબા વાળ માટે ગીનીશ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં હેટ્રીક સર્જી છે. એક વખત નહીં, બે વખત નહીં, પરંતુ સતત ત્રીજી વખત નિલાંશી વિશ્વમાં સૌથી લાંબા વાળ ધરાવતી ‘ટીન એજર ‘ તરીકે પ્રસ્થાપિત થઇ છે. વર્ષ 2018 માં પ્રથમ વખત તેણે આ ખિતાબ અંકિત કર્યો હતો અને 2020 માં તેણે પોતાનું સ્ટેટસ જાળવી રાખ્યું છે. ત્રણ વર્ષમાં તેના વાળ 1 ફુટ વધ્યા છે એટલે 2017 માં તે 5 ફુટ અને 7 ઇંચ વળ ધરાવતી હતી. જે લાંબા થઇ હાલ 6 ફુટ અને 6.7 ઇંચ થયા છે.

નાની ઉંમરે પોતાની દિકરીએ મેળવેલી સિદ્વિ બદલ નિલાંશીની માતાને ગૌરવ છે. જ્યારે તેના પિતા પણ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. ભવિષ્યની એન્જિનિયર માટે તેને બ્યુટી વિથ બ્રેન્સ કહી શકાય છે. કેશ સુંદરીની સાથે સાથે નિલાંશી ટેબલ ટેનીસની નેશનલ ખેલાડી રહી ચુકી છે. આ ઉપરાંત ડાન્સિંગ, સ્વીમીંગ અને સ્કેટીંગમાં તેને મહારથ હાંસલ કરી છે. તે ફકત મોહક અને આકર્ષક જ નથી, પરંતુ તે ભવિષ્યની એન્જિનિયર પણ છે એટલે તેને બ્યુટી વિથ બ્રેન્સ પણ કહી શકાય અરવલ્લી જિલ્લાના મોડાસાની નિલાંશી પટેલે સતત ત્રીજી વખત ગીનીશ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં વિશ્વમાં સૌથી લાંબા વાળ ધરાવતી ‘ટીન એજર ‘ તરીકેનો રેકોર્ડ સ્થાપ્યો છે. હાલ નિલાંશીના વાળ 6 ફુટ અને 6.7 ઇંચ લાંબા છે.