ઝારખંડ-

દેશમાં કોરોના ભયાનક સ્થિતિ સર્જી રહ્યો છે. વાયરસ હવે આગની જેમ ફેલાઈ રહ્યો હોવાથી કોરોનાના સંક્રમણના કેસ પણ વધી રહ્યા છે. કોરોના સામે લડી રહેલી રાજ્ય સરકારો જાત-જાતના ઉપાય કરી રહી છે.તેમાં હવે ઝારખંડ સરકારે તો માસ્ક નહી પહેરનારાને એક લાખ રુપિયા દંડ ફટકારવાની જાહેરાત કરી છે.

આ નવા નિયમ મુજબ જો કોઈ નિયમોનો ભંગ કરે કે માસ્ક ન પહેરે તો તેણે 2 વર્ષ સુધી જેલમાં પણ રહેવું પડી શકે છે. જો કે આવા નિયમોના ભંગ કરનારાઓને રોકવા માટે રસ્તાઓ પર કોઈ કડક ચેકિંગ હાલ તો જોવા મળ્યું નથી. રાજધાની રાંચીના રસ્તાઓ પર જ અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતાં. ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તાએ કહ્યુ હતુ કે, માસ્ક નહી પહેરવા પર એક લાખ સુધીનો દંડ થઈ શકે છે અને તે માટે પહેલા કેસ કરવામાં આવશે.બીજી તરફ લોકડાઉનના નિયમો તોડનારને બે વર્ષની જેલ પણ થઈ શકે છે.