ઉનાઈ મંદિરે મેળો મોકૂફ છતાં ભક્તો માતાજીના દર્શને ઉમટ્યાં
16, જાન્યુઆરી 2021

ઉનાઈ,  દક્ષિણ ગુજરાતના ઐતિહાસિક ઉનાઈ મંદિરે દર વર્ષે ૧૪જાન્યુઆરી મકરસંકરાત્રી(ઉત્તરાયણ)નિમિતે ઉનાઈ ગામે ભવ્ય મેળાનું આયોજન થતું હોય છે જેમાં મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી તથા ગુજરાતના ખૂણે ખૂણે થી ભાવિક ભક્તો માતાજીના દર્શન કરવા તથા ગરમ પાણીના ઝરામાં સ્નાન કરી ધન્યતા અનુભવતા હોય છે જેમાં આજુબાજુના વિસ્તારના આદિવાસીઓ માતાજીમાં ખુબજ આસ્થા ધરાવતા છે જેઓ માતાજીને બાધા ચડાવવા તેમજ મુંડન વિધિ કરવા તેમજ ઉત્તરાયણમાં દાનનું મહત્વ હોવાથી ભક્તો અહીં આવી દાન પુણ્ય કરતા હોય છેઆ દિવસે ઉનાઈ માતાજીના પટાંગણમાં હવન યોજાતો હોય છે જેમાં ભક્તો દ્વારા એવી માન્યતા પણ છેકે આ હવનમાં નારિયેળ હોમવાથી તમામ દુઃખ દરિદ્રતા દૂર થાય છે અને બાદમાં ઉનાઈ ગામમાં અનેક દુકાનો અને સ્ટોલ લાગતા હોય છે જેમાં ચકડોલ,મોત કુવા , જાદુગર તેમજ અનેક પ્રકારની રાઇટ્‌સ પણ આવતી હોય છે જેમાં લોકો ફરીને મેળાનો આનંદ માણતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના જેવી મહામારી ના કારણે ઉનાઈ મંદિર પહેલીવાર એવું બની રહ્યું હોય કે ૧૪મી જાન્યુઆરી નો મેળો મોકૂફ રાખવું પડયું જેના કારણે ગામમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું ન હતું છતાં પણ માતાજી માં આસ્થા રાખનાર ભાવિક ભક્તો માતાજીના દર્શન માટે આવ્યા હતા દર વર્ષે ભાવિક ભક્તો બીલીમોરા વગઈ નેરોગેજ ટ્રેન મા ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે કોરોના નું ગ્રહણ નેરોગેજ ટ્રેનને પણ લાગ્યું હતું જેથી કેટલાય સમયથી નેરોગેજ ટ્રેન બંધ બંધ હોય આ વર્ષે મેળો ના ભરાતા અનેક ભક્તો નિરાશા જાેવા મળી હતી જાેકે ઉનાઇ માતાજીના મંદિરે પોલીસ બંદોબસ્ત સાથે ભક્તોને સેનેટાઈઝર,માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટનસનું ધ્યાન રાખી દર્શન કરવા દેવામાં આવ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution