હાલોલ, યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર ઉપર બિરાજેલ સાક્ષાત માં મહાકાળીકા માતાજીના નિજ મંદિરના દ્વાર ૬ દિવસ બાદ ભક્તોના દર્શન માટે ખુલ્લા મુકવામાં આવતાં, રવિવારના રોજ ઘણી મોટી સંખ્યામાં ભાવિકભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા. ગત તી. ૮ માર્ચ થી ૧૩ માર્ચ આમ ૬ દિવસ સુધી મંદિર ટ્રસ્ટ તેમજ વહિવટીતંત્ર દ્વારા, આગામી ચૈત્ર નવરાત્રી દરમિયાન દરરોજ માતાજીના દર્શનાર્થે ઉમટી પડનાર લાખો યાત્રાળુઓને અગવડ ના પડે તેવા આશય સાથે નિજ મંદિર તેમજ તેની આસ પાસના વિસ્તારને પહોળો કરી નવિનીકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોઈ, નિજ મંદિરને ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવેલ હતું. જ્યારે ૧૪/૦૩/૨૧ ના રોજથી નિજ મંદિરને ભક્તોના દરિશન માટે ખુલ્લું મુકવામાં આવેલ હોવાથી, ને તેમાં પણ રવિવારની રજાનો દિવસ હોવાથી, ધોમધખતા તાપમાં વહેલી સવારથી યાત્રાધામ પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માં મહાકાળીના સાનિધ્યમાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા