13, જાન્યુઆરી 2021
છોટાઉદેપુર
દર વર્ષની જેમ આ વર્ષે પણ આદિવાસી એકતા પરિષદ દ્વારા આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક એકતા મહાસંમેલન મધ્યપ્રદેશના ઝાબુઆ ખાતે યોજાવા જઈ રહ્યું છે. છેલ્લા અઠયાવીસ વર્ષથી યોજાતા આ મહાસંમેલનમાં જેમાં છોટાઉદેપુર જિલ્લા સહિત ગુજરાતના ખુણે ખુણામાંથી ઉપરાંત દેશમાંથી તેમજ અન્ય દેશોમાં વસતા આદિવાસીઓ ખુબ મોટી સંખ્યામાં ઉમટી પડશે.છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના વાલસિંહભાઈ રાઠવાના જણાવ્યાનુસાર આદિવાસી એકતા પરિષદ એ હાલમાં વિશ્વભરમાં પ્રવર્તતી ગ્લોબલ વોર્મિંગ અને પ્રક્રુતિના શોષણ તેમજ માનવ મૂલ્યોનું થતું સતત હનન તથા ભોગવાદી જીવન પધ્ધતિઓ થકી સમગ્ર જીવ સુષ્ટિને પહોંચી રહેલી ગહરી અસરોને રોકવાના પ્રયાસોના ભાગરૂપે દુનિયાના દરેક દેશો જ્યારે પ્રક્રુતિ સુરક્ષા માટે લડી રહ્યા છે ત્યારે આદિવાસી એકતા પરિષદ એ એક માત્ર એવો વિચાર છે કે જે હંમેશને માટે આવી સ્થિતિ પર કંટ્રોલ કરવા માટે લડતો -ઝઝુમતો દુનિયામાં એક માત્ર વૈચારિક ક્રાંતિ ફેલાવીને દુનિયામાં ભોગવાદી જીવન પધ્ધતિઓ ભોગવાદી સંસ્કૃતિ થકી પ્રક્રુતિને પહોંચી રહેલું નુકસાન જેવી રીતે કે વિકાસના નામે આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી જીવન પધ્ધતિઓ અને માનવમૂલ્યોનુ ધોવાણ થઈ રહ્યું છે. જેની ગહરી અસરો વર્તાઈ રહી છે. વિશ્વના ચિંતકો અને બુધ્ધિજીવીઓ હંમેશા આદિવાસી સંસ્કૃતિ, આદિવાસી જીવનપદ્ધતિ ટકાવી રાખવાની તરફેણ કરી રહ્યા છે.આજે દુનિયામાં વિકાસ અને બદલાવના મોહમાં પ્રક્રુતિને થઈ રહેલા નુકસાનના લીધે જ પર્યાવરણમાં કમોસમી ફેરબદલ થતાં રહે છે. જેનાં કારણે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ કે ભૂકંપ- ભૂસ્ખલન અને વધુ ગરમી અને વધુ ઠંડી જેવી કહેવાતી કુદરતી આફતો માનવનિર્મિત બનવા પામી રહી છે.