લગ્ન નહીં કરે તો ફરીથી અપહરણની ધમકી આપી
01, એપ્રીલ 2021

અમદાવાદ

ઓઢવમાં રહેતી ૨૧ વર્ષીય યુવતીનું ચાર શખ્સોએ અપહરણ કરી કઠવાડા રીંગરોડ પાસે આવેલ ખેતરમાં લઈ જઈ શારીરીક છેડતી કરી લગ્ન કરવા માટે દબાણ કરી ફરી એક ચાન્સ આપુ છુ તું માની જ જે નહીં તો તારી હાલત ખરાબ કરી નાખીશ તેવી ધમકી આપી યુવતીને ખેતરમાં મુકી ચારેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. આ અંગે યુવતીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.ઓઢવ વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષીય યુવતી ધુળેટીના દિવસે તેના મિત્રના ઘરે જતી હતી તે વખતે એક કારમાં ચાર શખ્સો તેની પાછળથી આવીને તેને જબરદસ્તી કરી કારમાં બેસાડીને અપહરણ કરીને કઠવાડા રીંગરોડ પાસે આવેલ ખેતરાઓની ઝાડીમાં લઈ ગયા હતા. દરમિયાન ચાર પૈકી બે શખ્સોને યુવતી ઓળખતી હતી જેમાં યોગવેંન્દ્ર રાજપુત અને દેવેન્દ્ર રાજપુત હતા. ત્યારબાદ  યોગેવેન્દ્રએ યુવતીને કહ્યુ હતુ કે પ્યાર સે માન ગઈ હોતી તો યે સબ નહીં કરના પડતા તેમ કહીને ગાડીમાંથી નીચે ઉતારી શારીરીક અડપલા કરવા લાગ્યો હતો. જાે કે તેનો ભાઈ અને બીજા બે મિત્રો ત્યાં ઉભા ઉભા હસતા હતા. દરમિયાન યુવતીએ મને છોડી દો તેમ કહેતા યોગવેન્દ્રએ યુવતી સાથે મારઝુડ કરી હતી. દરમિયાન તને બીજાે એક ચાન્સ આપુ છુ, પ્રેમથી માની જા મારી સાથે લગ્ન કરી લે જે નહીં તો ફરી તને ઉપાડી જઈશ અને તારી હાલત ખરાબ કરી નાખીશ તેવી ધમકી આપી યુવતીને ખેતરમાં જ મુકીને આ ચારેય શખ્સો ત્યાંથી કારમાં બેસી જતા રહ્યા હતા.

માતા-પિતાના છુટાછેડા થયા હોવાથી યુવતી તેની માતા સાથે રહેતી હતી

૨૦૧૮માં યુવતીની માતા-પિતાને ઘર કંકાસના કારણે મનમેળન થતા બંન્નએ છુટાછેડા લઈ લીધા હતા. ત્યારબાદ યુવતી અને તેના ભાઈ  સાથે તેની માતાની સાથે રહેતા હતા અને માતા ઘર કામ કરી પોતાના પરિવારનું ગુજારન ચલાવે છે. આ અંગેની જાણ યોગેવેન્દ્ર અને દેવેન્દ્રને થઈ હોવાથી તે અવાર નવાર યુવતીને હેરાન કરતા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution