વડોદરા, તા. ૧૨

વ્યાજખોર સામે પોલીસની ઝુંબેશમાં એક પછી એક વ્યાજખોરોના ચિઠ્ઠા બહાર આવી રહ્યા છે. વ્યાજખોરના ચક્રમા ફસાયેલા કેટલાક લોકોતો વ્યાજખોરની ઉઘરાણીથી ત્રાહિમામ પોકારી ગયા છે અને આપઘાતનો પ્રયાસ કરી રહ્યા છે. તેવામાં ફતેગંજ પોલીસે ૩ લાખની સામે ૩.૫૦ લાખ તથા ૭.૫૦ લાખની સામે ૮.૩૬ લાખની માતબર રકમ વ્યાજ સહિત ચુકવી દીધી છે. છતા પણ વ્યાજખોર દંપતિ સહિત ત્રણ લોકો વારંવાર ઉઘારણી કરતા ફતેગંજ પોલીસમાં યુવકે ફરિયાદ નોંધાવી હતી. જેથી ફતેગંજ પોલીસે યુવકના ફરિયાદના આધારે ગણતરીના કલાકોમા જ વ્યાજખોર દંપતિ સહિત ત્રિપુટીને ઝડપી પાડ્યા હતાં.

નિઝામપુરા વિસ્તારમાં રહેતા કમલનયન દેસાઇ ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે વર્ષ ૨૦૧૪માં નાણામી જરૂરીયાત ઉભી થતા વાસણા રોડ ખાતે રહેતા અલ્કેશ વસંતભાઇ ગજ્જર અને નિઝામપુરા વિસ્તારમાં રહેતા કિર્તી મયુરભાઇ પટેલ પાસેથી મહિને ત્રણ ટકાના વ્યાજે ૩ લાખ રોકડા રૂપિયા લીધા હતા. જેના સિક્યુરિટી પેટે મારા માલિકીની નવદુર્ગા શોપિંગ સેન્ટરમા આવેલ દુકાન રાખી લીધી હતી. જાેકે કતેની સામે આજદિન સુધી ૩.૫૦ લાખનું વ્યાજ ચુકવ્યુ છે તેમ છતા વધુ વ્યાજની માંગણી કરી મને પરેશાન કરે છે. તદંઉપરાંત વર્ષ ૨૦૧૮માં કિર્તીબેન પેટલ પાસેથી માસિક ત્રણ ટકાના વ્યાજે ૭.૫૦ લાખની રકમ લીધી હતી. આ રકમ સામે વર્ષ ૨૦૧૯માં પાંચ લાખ પરત ચુકવ્યા છે. કિર્તીબેન તથા તેમના પતિ મયુરભાઇ આઠ લાખની રકમ ઉપર માસિક ત્રણ ટકાનું વ્યાજ ગણી દર મહિને ૨૪ હજાર વસુલતા હતા. આમ, વ્યાજ ૩.૩૬ લાખ તથા અગાઉના પાંચ લાખ રોકડા રૂપિયા મળી કુલ ૮.૩૬ લાખની રકમ ચુકવી છે. તેમ છતા કિર્તીબેન અને તેનો પતિ મયુરભાઇ મારી પાસેથી વધુ આઠ લાખની ઉઘરાણી કરે છે. દંપતિ વારંવાર ફોન કરીને મને અપશબ્દો બોલી ઘરનો સામાન લઇ જવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપે છે. ફતેગંજ પોલીસે ઉપરોકત ફરિયાદના આધારે ગુનામાં સંડોવાયેલા અલ્કેશ વસંજભાઇ ગજ્જર, મયુરભાઇ પટેલ સહિત તેમની પત્નીને ઝડપી પાડી તેઓની પાસેથી કોરા ચેક તેમજ પ્રોમિસરી નોટ કબજે કરી હતી.