ગોધરામાં કારની ટક્કરે ત્રણ બાઈક સવારના મોત
04, જુન 2021

ગોધરા.ગોધરાના એક જ ફળિયામાં રહેતા ત્રણ શખ્સો રાત્રિના સમયે બાઈક પર આંટો મારવા નીકળ્યા હતા. ત્રણેય એક જ બાઈક પર સવાર હતા. ત્યારે દાહોદ ગોધરા હાઈવે પર એક કારે તેમની બાઈકને ટક્કર મારી હતી. જેમાં ત્રણેય શખ્સોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. ત્રણેયના મોત બાદ પોલીસ તથા એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી ન હતી. તેથી સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો યોગ્ય સમયે એમ્બ્યુલન્સ અને પોલીસ સહિતની મદદ સમયસર નહિ મળવા સહિતના આક્ષેપો લોકોએ કર્યા હતા. આ આક્ષેપોને લઈ મોડી રાત્રે મૃતકોના સ્વજનો સહિત મોટી સંખ્યામાં લોક ટોળા કલેક્ટર કચેરીએ જમા થયા હતા. આક્ષેપો સાથે કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં લાશનો સ્વીકાર નહિ કરી ધરણા પર બેઠા હતા. ત્યારે મોડી રાત્રે ડીવાય એસપીએ જઈ સમજવટ કરી મામલો પાડ્યો થાળે પાડ્યો હતો. તો બીજી તરફ, જે કારે બાઈકને ટક્કર મારી તે કારમાં બે કાચના ગ્લાસ જાેવા મળ્યા હતા. ત્યારે મૃતકના સ્વજનોએ કાર સવાર નશામાં હોવાના આક્ષેપો કર્યા છે. કારમાં સવાર વ્યક્તિને પણ ઈજાઓ પહોંચી હતી પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ત્રણેય મૃતકોનું ગોધરા સીવીલ હોસ્પીટલ ખાતે પીએમ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે મોડીરાત્રે સર્જાયેલા અકસ્માત ના પગલે રાત્રી દરમ્યાન પોલીસ પેટ્રોલીંગ પણ સતત જાેવા મળ્યું હતું. મૃતકોના નામ (૧) સમીર મોહંમદ શેખ ઉર્ફે રાજુ(૨) ફિરોજખાન ઈનાયતખાન પઠાણ(૩) ઝહીર મજીદભાઈ શેખ મૃતક તમામ રહે. ગોન્દ્રા નવા બહારપુરા ગોધરા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution