સુખસર, દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર પંથકની શ્રમિક પ્રજા વરલી-મટકાના જુગાર બાબતે તદ્દન અજાણ છે.દાહોદ એલ.સી.બી પોલીસના હે.કો હિરેન્દ્રસિંહ સોલંકી તથા અલ્કેશભાઇ નાઓ સુખસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ આધારભૂત બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે,સુખસર ખારીયા નદીના કાંઠે આવેલ સ્મશાનની પાછળ કંતાનના ઝૂંપડામાં ત્રણ ઈસમો દ્વારા વરલી-મટકાનો આંક ફરકનો જુગાર રમાય છે.તેવી બાતમી હકીકતના આધારે નજીકમાંથી બે પંચના માણસો સાથે લઈ બાતમી વાળી જગ્યાએ એલ.સી.બી પોલીસે રેડ કરવા જતાં કેટલાક લોકો ટોળે વળી કાંઇક લખતા હોય જેઓને કોર્ડન કરી પકડવા દોડતા ત્રણ ઈસમો સ્થળ ઉપર પકડી પાડેલ. જ્યારે અન્ય જુગારીયાઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા.જ્યારે પકડાયેલા ઇસમોનુ નામ પુછતા એક વ્યક્તિએ પોતાનું નામ નાગેશ કુમાર કમલકાંત સાધુ રહે.લીમડી,જૈન મંદિર સામે,તા.ઝાલોદ તથા બીજાનું નામ પુછતા તેણે પોતાનું નામ પ્રકાશભાઈ માનસિંગભાઈ પારગી રહે.કરમેલ,તા. ફતેપુરા તથા ત્રીજા ઇસમનું નામ પુછતા તેણે નરેન્દ્રભાઈ દરિયાવરભાઈ બારીયા,રહે.રણીયાર,તા.ઝાલોદ જિલ્લો.દાહોદનો હોવાનું જણાવેલ આ ત્રણ ઈસમોને દાહોદ એલ.સી.બી પોલીસે ઝડપી સુખસર પોલીસને સોંપ્યા હતા.

ઝડપાયેલા ઇસમોની અંગજડતી કરતા નાગેશકુમાર પાસેથી એક હાથમાં ચાલુ હાલતમાં બોલપેન તથા બીજા હાથમાં વરલી મટકાના જુદી-જુદી આંક ફરકના આંકડા લખેલ કાગળની એક સફેદ કલરની ચીઠ્ઠી મળી આવેલપ્રકાશપારગીના પેન્ટના ખિસ્સા માંથી એક સફેદ કલર ની ચીઠ્ઠી મળી આવેલ હતી.જેઅંગજડતી દરમિયાન નાગેશ કુમારના પેન્ટના ખિસ્સામાંથી ૫૦૦ના દરની ચલણી નોટો મળી આવેલ.જે નોટોની ગણતરી કરી જાેતા રૂપિયા ૫૦૦૦/- તથા સોના દરની બે ચલણી નોટો મળી આવેલ હતી.આમ રોકડ રૂપિયા- ૫૨૦૦/-તથા એક ઓપો કંપનીનો મોબાઈલ જેની કિંમત રૂપિયા-૫૦૦૦/- કુલ મળી રૂપિયા- ૧૦,૨૫૦/- જ્યારે બીજા ઈસમના પેન્ટના ખિસ્સામાં પેન્ટના ખિસ્સામાંથી રૂપિયા-૩૭૫૦/- મળી આવેલ હતા. ત્રીજા ઇસમના પેન્ટના ખિસ્સામાંથી પંદરસો રૂપિયા મળી આવ્યા હતા.