વડોદરા. કોરોના વાઈરસની એન્ટિબાયોટીક ડ્રગ્સ વેક્સિન તૈયાર થયા બાદ તેના સંગ્રહની તૈયારીઓ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પૂરજાેશમાં શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે આજે વેક્સિનના સંગ્રહ અને સાચવણી માટે વડોદરા ખાતે સૌ પ્રથમ નાના મોટા એમ બે સાઈઝના આઈસલાઈન રપ રેફ્રિજેટરો મુંબઈથી વડોદરા આવી પહોંચ્યા હતા જે હાલ વેક્સિન ઈન્સ્ટિટયૂટ ખાતે રાખવામાં આવ્યા છે. આજે આવેલા રપ આઈસલાઈન રેફ્રિજેટરોમાં ર૦ મોટા જેમાં રરપ લિટર અને પાંચ નાના રેફ્રિજેટરોમાં ૯૯ લિટરની કેપેસિટીના છે. આ બંને ફ્રિજરોમાં લાવતાં સમય સુધી યોગ્ય ટેમ્પરેચરમાં કોરોના વેક્સિનનો સંગ્રહ અને સ્ટોક રાખી શકાશે. ડીપ ફ્રિઝર અંગે સરકારી અમલદારે જણાવ્યું હતંુ કે, આ ફ્રિઝરોને સરકારની ગાઈડલાઈન મુજબ વડોદરાના સાત જિલ્લાઓમાં વિભાજિત કરવામાં આવશે.