ભુજના બે નામચીન આરોપી સહિત ત્રણ૧૪ કિલો ગાંજા સાથે ઝડપાયા
28, સપ્ટેમ્બર 2021

ભુજ, નશીલા પદાર્થો પકડાવવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો હોય તેમ પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપે સતત બીજા દિવસે ૧.૪૧ લાખ રૂપિયાની કિંમતના ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પૂર્વ બાતમીના આધારે એસઓજીની ટૂકડીએ પધ્ધર નજીકથી સફેદ રંગની મારુતિ સ્વિફ્ટ કારમાંથી ૧૪ કિલો ૧૩૧ ગ્રામ ગાંજા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યાં છે. સુરતથી ગાંજાે લઈને ભુજ રહેલા ઝડપાયેલાં આરોપીઓમાં ભુજના જીતેન્દ્ર લક્ષ્મણદાસ કોઠારી, ઈસ્માઈલ ઊર્ફ લડ્ડુ તારમામદ ચાકી અને અનવર અલીમામદ ખલીફાનો સમાવેશ થાય છે.એસઓજીએ પકડેલો જીતેન્દ્ર કોઠારી રીઢો ગુનેગાર છે.ગત ૩૧મી જાન્યુઆરીના રોજ એસઓજીએ તેને આ જ સ્વીફ્ટ કારમાં ૧ કિલો ૯૪૦ ગ્રામ ગાંજા સાથે લાખોંદ ટોલનાકા પાસેથી ઝડપ્યો હતો. જીતેન્દ્ર ભુજમાં જૂના એસટી બસ સ્ટેશનમાં ચાની કેબિન ધરાવતો હોવાનું અને તેમાં જ ગાંજાે વેચતો હોવાનું પણ સામે આવ્યું છે.એનડીપીએસના સતત બીજા ગુનામાં જીતેન્દ્ર ઝડપાતાં હવે તેના પર ‘પીટ’નું શસ્ત્ર ઉગામાય તેવી શક્યતા છે. એસઓજીએ ગઈકાલે ભુજમાં રીલાયન્સ સર્કલ પર ચાની કેબિનમાં ગાંજાે વેચતાં હર્ષદ ઊર્ફે ચીનો જેન્તીભાઈ રાઠોડને ઝડપ્યો હતો. હર્ષદને ભાજપના યુવા મોરચાનો હોદ્દેદાર મહાદેવ જયેશભારથી પાંચસો ગ્રામ ગાંજાે આપી ગયો હતો. જેની પોલીસે શોધખોળ આદરી છે.એસઓજીએ પકડેલો લડ્ડુ પણ હત્યાના પ્રયાસ સહિતના ગંભીર ગુનાનો આરોપી છે. ભુજની મહેંદી કોલોની નજીક ગંગુ નામના એક શખ્સ પર લડ્ડુએ ભરબપોરે દેશી તમંચાથી ચારથી પાંચ રાઉન્ડ જાહેરમાં ગોળીબાર કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution