ભુજ, શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનો વેપલો વધી ગયો હોવાની ફરિયાદો છે ત્યારે ૧૦ દિવસના ટૂંકાગાળામાં શેખપીરથી માધાપર સુધીના વિસ્તારમાંથી પોલીસે ત્રીજી વખત ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.અગાઉ ૯ નવેમ્બરે એસઓજીએ ૨.૮૦ લાખના એમડી ડ્રગ્સ સાથે ભુજના ૩ યુવાનોને ઝડપયા હતા. જે બાદ ઓરિસ્સાથી ગાંજાે લઈને આવેલા ધાવડાના ૨ વ્યક્તિઓને પકડી લેવાયા હતા જે બાદ હવે શેખપીર ચેકપોસ્ટ પર કાર્યવાહી કરીને એમડી ડ્રગ્સ અને ચરસ લઈને આવેલા ભુજના ૩ શખ્સોને પોલીસે ઝડપી પાડયા છે.આરોપીઓ પાસેથી રૂપિયા ૯૬ હજારનું ૯૬.૧ ગ્રામ મારીજુઆના ચરસ અને રૂપિયા ૭ હજારનું ૦.૭ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.

એસઓજીના હેડ કોન્સ્ટેબલ મદનસિંહ જાડેજાને મળેલ બાતમીને આધારે શેખપીર ત્રણ રસ્તા પરથી ચરસ અને એમડી ડ્રગ્સ સાથે ભુજના મામદ ઉર્ફે નવાબ ગુલામહુશેન સુમરા,રહે. દાદુપીર રોડ,આસિફ કાસમ સમેજા,રહે. મેન્ટલ હોસ્પીટલની બાજુમાં અને દિનેશ લવકુમાર તિવારી,રહે.ભુજીયા તળેટી વાળા આરોપી ઝડપાયા હતા.

આરોપીઓ પાસે રહેલી સ્વીફ્ટ કાર ય્ત્ન ૧૨ હ્લઝ્ર ૪૭૦૦ ની તપાસ કરવામાં આવી પણ અંગઝડતીમાં જ રૂ.૯૬ હજારનું ૯૬.૧ ગ્રામ ચરસ અને રૂપિયા ૭ હજારનું ૦.૭ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.શેખપીર ચેકપોસ્ટ પર ચારેબાજુ બેરીકેડ લગાવવામાં આવ્યા હોઇ તે મહત્વપૂર્ણ સાબિત થયા હતા.

નાર્કોટીક્સના મુદ્દામાલ સાથે ઝડપાયેલ ભુજના ત્રણ ઈસમો વિરુધ્ધ એન.ડી.પી.એસ એક્ટ હેઠળ પધ્ધર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.જેની ક્રોસ તપાસ માધાપર પીએસઆઈ જે.ડી.સરવૈયાને સોંપવામાં આવી છે.આરોપીને આજે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ચરસ અને એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા ભુજના ત્રણ શખ્સોમાંથી મામદ ઉર્ફે નવાબ ગુલામહુશેન સુમરા વિરુધ્ધ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે હત્યાના પ્રયાસ તથા એલસીબીમાં આર્મ્સ એક્ટ અને બી ડીવીઝન પોલીસ મથકે સોનાની ચીટીંગ અને મારામારીના ગુનાઓ નોધાયેલા હોવાનું પોલીસે જાહેર કર્યું છે. જયારે અન્ય બે આરોપીઓ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી.

પોરબંદર એસ.ઓ.જીએ ખેતરમાંથી ગાંજાના છોડ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો

પોરબંદર  આગામી સમયમાં યાજાનારી વિધાનસભા ચૂંટણી અનુસંધાને નશીલા પદાર્થો પીનારા તથા માદક પદાર્થોનુ સેવન કરનાર તત્વોની પ્રવૃત્તિઓ સદંતર બંધ કરવા જિલ્લા પોલીસ વડા દ્વારા સુચના આપવામાં આવેલી છે. જે અનુસંધાને એસ.ઓ.જી, ઈન્ચાર્જ પીઆઈ એચ.બી.ધાંધલીયા દ્વારા આવા ઇસમો અંગે બાતમી મેળવવા સૂચના કરવામાં આવેલી. જે અનવ્યે એસ.ઓ.જી સ્ટાફના માણસો આ બાબતે કાર્યરત હતા. તે દરમિયાન એએસઆઇ કે.બી.ગોરાણીયા તથા પો.કોન્સ.સમીર સુમાર જુણેજાને બાતમી મળી કે રાણવાવ તાલુકાના હનુમાનગઢ ગામની સીમ કબીર આશ્રમમાં ભરતદાસ પોતાના કબજા ભોગવટાના ફળીયામાં ગાંજાનુ વાવેતર કરેલું છે. જે હકીકતના આધારે સરકારી પંચોને સાથે રાખી રેઇડ કરતા જગ્યામાંથી લીલા ગાંજાના છોડ નંગ-૧ જેનો કુલ વજન ૪ કીલો ૫૪૯ ગ્રામ કી.રૂ.૪૫૪૯૦ ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી. રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એકટની કલમ ૧૯૮૫ની કલમ ૮(બી), ૨૦(એ) (૨-બી) મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો છે.