વાઘોડિયાના તવરા માર્ગ પર બે બાઈક સામસામે ટકરાતા ત્રણ વ્યક્તિ ઘાયલ 
28, ઓક્ટોબર 2020

વાઘોડિયા, તા.૨૭ 

તવરા રોડ પર ગેસએથોરીટી પાસે ગત્‌ સાંજે બે બાઈક સવારો સામસામે અથડાતા ત્રણ ઘવાયા હતા. જેમા બે ગંભીર રિતે ઘાયલ થતાં પારુલ સેવાશ્રમહોસ્પીટલ ખસેડવાની ફરજ પડી હતી.

વાઘોડિયા તવરા રોડપર બે મોટર સાઈકલ સવારો સાંજે સાત વાગ્યાની આસપાસ ગેસ એથોરીટી પાસે સામસામે ઘડાકાભેર ટકરાતા બંન્ને ઈજાગ્રસ્ત થઈ રોડ પર પટકાયા હતા.જેમા બંને મોટર સાયકલને નુકશાન પહોંચ્યુ હતુ.અકસ્માતમા કુલ ૩ સખ્સ ઘવાયા હતા. અકસ્માતના પગલે રોડ પર લોકટોળા ઊમટી પડ્યા હતાં.રાહદારીએએ ઘવાયેલ સખ્સોને ૧૦૮ ઈમરજન્સી વાન ધ્વારા પારૂલ સેવાશ્રમ હોસ્પીટલ ખસેડાયા હતા. જેમા બે વ્યક્તીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘાયલ પૈકી ડભોઈના વણાદરા ગામના નરેન્દ્રસિંહ વિજય સોલંકી ને માથા તેમજ હાથપગે ગંભીર ઈજા પહોંચી હતી.જે બાઈક નંબરના આઘારે રાહદારીઓએ તેમના પરિવારને અકસ્માત અંગે જાણકારી આપી હતી. જ્યારે ઉમરવા ગામ ના ગૌરાંગભાઈ ઠાકોર પટેલની બાઇક લઈ દિનેશભાઈ તડવી તથા શૈલેષભાઈ ચૌહાણ નિકડ્યા હતાં. જેઓ માંથી શૈલેષભાઈને સામાન્ય ઈજા પહોંચી હતી. તો દિનેશભાઈને કપાળના ભાગે તેમજ હાથે પગે ઈજાઓ પહોંચી હતી.

અકસ્માત અંગેની ફરિયાદ ગૌરવ ભાઈ ઠાકોરભાઈ પટેલ રહેવાસી ઉમરવાનાઓએ સામેવાળા બાઈક સવાર વિરુઘ્ઘ વાઘોડિયા પોલીસ મથકે નોંધાવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution