દિલ્હી-

જમ્મુ કાશ્મીરના બારામુલા જીલ્લામાં હથીયારબંધ ત્રણ બદમાશોએ ખુબજ આઘાતજનક રીતે બેંકની શાખામાં છ લાખ રૂપીયાની લુંટ ચલાવી હતી. જે હાલ ચર્ચાનો વિષય બની હતી. ત્રણ ચોરોએ પીપીઇ કીટ પહેરીને આવ્યા હતા. ત્યારે બેંકના સુરક્ષા ગાર્ડ સાથે ઝપાઝપી કરતા સુરક્ષાગાર્ડ ઘાયલ થયો હતો. આ પુરી ઘટનાનો વીડીયો વાયરલ થયો છે. પોલીસ અધીકારીના જણાવ્યા મુજબ બપોરના સમયે પિસ્તોલ સાથે આવેલ લુંટારુઓએ ઉતર પશ્ર્ચિમના પટ્ટન વિસ્તારના ખોર શેરાબાદ સ્થિત જમ્મુ કાશ્મીરની બેંકની શાખામાં લુંટ ચલાવી હતી. બેંકની શાખામાં હાજર ગ્રાહક અને કર્મચારીઓ કાંઇપણ સમજે એ પહેલા જ લુંટારુઓ પોતાના કામને અંજામ આપી ફરાર થઇ ગયા હતા. બેંકના સુરક્ષાકર્મી તેમજ ત્યાં હાજર ગ્રાહકોએ પણ લુંટારુઓને પકડવાની કોશિશ કરતા લુંટારૂઓ ફાયરિંગ કરી લુંટ ચલાવી નાસી છુટયા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ કે જેમાં લુંટારુઓ ફરાર થયા તે ગાડી પણ એક પોલીસ કર્મીની હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં લુંટારુઓ લુંટ કરી નાસી છુટયા હતા તે સ્પષ્ટ પણે જોઇ શકાય છે.