વડોદરા : કોર્પોરેશનની વિવિધ ટીમો દ્વારા અત્યાર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારો જેવા કે, જેલ રોડ, તરસાલી, સમા, અકોટા, અટલાદરા, દાંડિયા બજાર, સંગમ, સુશેન, સયાજી નગરગૃહ, વૃંદાવન ચોકડી, સરસ્વતી ચાર રસ્તા, સયાજીબાગ પાસે મળીને ૧૧૦ જેટલા વૃક્ષોની જાેખમી ડાળીઓ દૂર કરી હતી. આ કામગીરી રાત્રિના પણ ચાલુ રહેશે અને આગામી ત્રણ દિવસ ચાલુ રહેશે. એ જ પ્રમાણે જાેખમી બોર્ડ ઉતારવાનું પણ રવિવારથી શરૂ કર્યું છે. ગઈકાલે ૪૪ બોર્ડ નીચે ઉતાર્યા હતા. શહેરના ચાર ઝોનમાં બોર્ડ ઉતારવા માટે ટીમ કામે લાગી છે. આજ સવારથી વિવિધ વિસ્તારોમાંથી પણ બોર્ડ નીચે ઉતારવામાં આવ્યા હતા. જાેખમી જણાતા વિવિધ વિસ્તારોમાં ૧૪૯ મોટા અને ૨૮ વાંસ પર લગાડેલા નાના બોર્ડ મળીને ૧૭૭ બોર્ડ ઉતારી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોર્પોરેશને બદામડીબાગ સીસીસી ખાતે કંટ્રોલરૂમ શરૂ કર્યો છે અને અધિકારીઓને ડ્યૂટી સોંપી છે, જ્યારે તમામ વિભાગો સાથે સંકલન માટે પણ અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે.