કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાય તે પૂર્વે સર્કિટ હાઉસ ખાતે ચુસ્ત બંદોબસ્ત 
23, જુલાઈ 2021

ગાંધીનગર

કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાય તે પૂર્વે સર્કિટ હાઉસ ગાંધીનગર ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે..રસ્તાઓ સૂમસાન જોવા મળી રહ્યા છે.પોલીસ દળ કામે લાગી ગયુ છે.


ગુજરાત રાજ્યના પાટનગરમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની પ્રેસ કોંફરન્સ બાદ રાજ્યપાલ સમક્ષ વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.જેને પગલે પાટનગરમાં પોલીસનો કાફલો કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે ગાંધીનગર ખાતે રાજ્યપાલ ભવન રોડ પર સઘન તપાસ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution