સિંગવડ તાલુકામા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
19, ફેબ્રુઆરી 2021

સિંગવડ, સિંગવડ તાલુકા ની ૧૮ તાલુકા પંચાયત અને ૩ જિલ્લા પંચાયતની આગામી દિવસોમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે પોલીસ તંત્ર સહિત વહીવટી તંત્ર કમર કસી રહ્યું છે અને આજે પોલીસ વિભાગ દ્વારા પોલીસ મથક ખાતે ઉમેદવારી કરનાર ઉમેદવારોને બેઠક યોજી યોગ્ય માર્ગદર્શન અને સુચના આપ્યા હતા. ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સિંગવડ તાલુકાની ૧૮ તાલુકા પંચાયત અને ત્રણ જિલ્લા પંચાયત માટે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે કમર કસી છે આજે રણધીકપુર પોલીસ દ્વારા સિંગવડ તાલુકા પંચાયતના ૪૪ અને જિલ્લા પંચાયતના આઠ જેટલા દાવેદારી કરનાર ઉમેદવારો સાથે લીમખેડા નાયબ જિલ્લા પોલીસ વડા ડો કાનન દેસાઈના અધ્યક્ષસ્થાને પોલીસ મથકના પ્રાંગણમાં બેઠક યોજી જેમાં આવનાર સમયમાં ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી કામગીરી સંપન્ન થાય તે માટે સહયોગ આપવા માટે તેમજ યોગ્ય માર્ગદર્શન અને કેટલાક સૂચન ઓ આપી પોલીસને સહકાર કરવામાં આવે તેવી આશા રાખી રહ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution