બિમારીથી કંટાળી યુવકે આપઘાત કર્યો, "Love You Friends, Good Bye Mom-Dad," હતા છેલ્લા શબ્દો..
26, જુન 2021

મહેસાણા-

મોઢેરા જિલ્લાનો છેવાડાનો વિસ્તાર છે જ્યાં તાજેતરમાં કેનાલની અંદર એક યુવકે આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે યુવકે પોતાની બીમારીથી કંટાળી માનસિક સંતુલન ન જાળવી શકતા આ પગલું ભર્યું છે. જિલ્લાના પાડોશી પાટણના ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામના એક યુવકને લાંબા સમયથી કિડનીની બીમારી હોવાના કારણે તે કંટાળી ગયો હતો અને માનસિક રીતે પણ ભાંગી પડ્યો હતો. પોતાના ગામથી થોડે દુર બેચરાજી તાલુકાના મોઢેરા ખાતે કેનાલ નજીક જઈ આપઘાત કરી મોતને વ્હાલું કર્યું હતું. યુવકને કેનાલમાં પડેલો જોઈ સ્થાનિકોએ પોલીસને જાણ કરી તરવૈયાઓ અને મહેસાણા પાલિકાની ફાયર ફાઇટર ટીમની મદદ લઇ મૃતકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતકની ઓણખ મૃતક જસવંત ઠાકોર તરીકે થઈ હતી. તેના પરિવારને બનાવ સ્થળે બોલાવતા મૃતકે આપઘાત પહેલા પોતાના મોત પાછળ બીમારીનું કારણ રજૂ કરી અન્ય કોઈ વ્યક્તિ જવાબદાર ન હોવાનું કહી અંતે પોતાની માતા અને મિત્રો માટે શબ્દોમાં પ્રેમ વ્યક્ત કરેલો વીડિઓ સામે આવ્યો હતો. જેથી પરિવારે કોઈ પોલીસ કાર્યવાહી ન કરવાનું નિવેદન આપતા પોલોસે મૃતદેહ પરિવારને સોંપ્યો હતો.
© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution