વડોદરા -

વડોદરા ખાતે કોરોના અંગેની વિશેષ કામગીરી માટે નિયુક્ત થયેલા ઓએસડી ડો.વિનોદ રાવે શહેરની સરકારી ગોત્રી અને સયાજી હોસ્પિટલ ઉપરાંત તમામ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવાના પૂરતા પ્રમાણે સુવિધા કરવામાં સફળ રહ્યા છે.

કોરોનાવના દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં વેન્ટિલેટર અને ઓક્સિજનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ હતી, જેને લઈને દર્દીઓને કોઈપણ પ્રકારની દુવિધા ઊભી થઈ ન હતી. પરંતુ તેમ છતાં આગામી દિવસોમાં આવી રહેલા તહેવારો દરમિયાન પ્રજાએ અત્યંત સાવધાની રાખવાની જરૂર છે.

હું વડોદરાની પ્રજાજનોને અપીલ કરું છું કે આ તહેવારો દરમિયાન પોતાની સ્વસુરક્ષા રાખે તેમાં ચૂક ન કરે, નહિતર આગામી નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન કોરોનાના મહત્તમ દર્દીઓના કોરોનાનો બીજાે તબક્કો શરૂ થઈ જશે. તંત્ર તરફથી આવી સંભવિત જવાબદારીઓ નિભાવવા માટે સક્ષમતાપૂર્વક તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. છેલ્લા ર૦ દિવસથી તમામ કોરોના વોરિયર્સ રાત દિવસ જાેયા વગર જે કામગીરી કરી છે જેની હું સરાહના કરું છું.