વડાપ્રધાન મોદીની વારણસીની સંસદીય કચેરીને OLX પર મૂકાઇ વેચાવા
18, ડિસેમ્બર 2020

દિલ્હી-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં કેટલાક તોફાની તત્વોએ પીએમ મોદીની સંસદીય કચેરીને OLX પર વેચવા મૂકી છે.

પીએમ મોદીની સંસદીય કાર્યાલયની તસવીર ખેંચીનેOLX પર લગાવાઈ હતી અને તેની કિંમત 7.5 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું હતું. OLX પર આપેલી જાહેરાતમાં ઓફિસની અંદરની માહિતી. ઓરડાઓ, પાર્કિંગની સુવિધાઓ અને બાકીનું બધું સમજાવ્યું હતું. આ મામલો પોલીસના ધ્યાનમાં આવતા જ જાહેરાત હટાવવામાં આવી હતી. પોલીસે આ કેસમાં એફઆઈઆર નોંધી છે, જ્યારે ચાર લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે જેણે ફોટો લીધો હતો અને OLX પર પોસ્ટ કર્યો હતો તેની પણ ધરપકડ કરવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution