ગાંધીનગર-

કોરોના કાળમાં બીજી લહેર બાદ ધોરણ 9 થી 12ના ઓફલાઈન વર્ગો અને કોલેજો શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં હવે સરકાર ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવાની તૈયારીમાં લાગી છે. કોરોનાના કેસમાં ધીમે ધીમે ઘટાડો આવતા રાજ્ય સરકાર છૂટ આપી રહી છે. જેના કારણે વેપારીઓમાં પણ રાહત છે. કોલેજો શરૂ કર્યા બાદ રાજ્યમાં તબક્કા વાર ધોરણ 9થી 12ના તમામ વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે. હવે રાજ્યમાં સરકારે 6 થી 8 ના વર્ગો શરૂ કરવા તૈયારીઓ શરૂ કરી છે. ગુજરાતમાં ધોરણ 6થી 8ની શાળાઓ શરૂ કરવા અંગે કેબિનેટમાં ચર્ચા થઇ છે. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ કહ્યું કે, શાળાઓ શરૂ કરવા અંગે 15 ઓગસ્ટ બાદ નિર્ણય લેવામાં આવશે.