30, મે 2021
નિતિકા દંડ
દર વર્ષે વિશ્વ ભરમાં ૩૧મે નારોજ સમાજમાં જાગૃતિ લાવવા માટે ધ્રુમપાન નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવે છે.ત્યારે શહેરના ફેઈથ ફાઉન્ડેશન દ્વારા આ દિવસની ઉજવણીના ભાગ રુપે ઓનલાઈન સ્પર્ધાઓ યોજીને લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરવામાં આવ્યું છે. તેમજ તેઓ વ્યસન મુક્તિ કેન્દ્ર પણ ચલાવતા હોવાથી કોરોના મહામારીમાં પાન- પડીકી વહેંચવા પર પ્રતિબંધ આવી જતા લોકો વ્યસન મુક્ત થવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે મોટા ભાગના યુવાનો સિગરેટ કે પાન- પડીકી ન મળવાથી ડીપ્રેશનની બિમારીનો પણ ભોગ બને છે. ય્છ્જી ૨ના રીપોર્ટ અનુસાર ૧૪. ૬ ટકા જેટલા વિદ્યાર્થીઓ અનેક પ્રકારના વ્યસનના બંધાણી છે.
સૌ પ્રથમ ૧૭મી સદીથી ભારતમાં તમાકુના ઉત્પાદની શરુઆત થઈ હતી.ત્યારબાદ વિવિધ વિજ્ઞાપનોના કારણે યુવા વર્ગમાં તમાકુના સેવનમાં બમણો વધારો થતો ગયો અને તેના કારણે અનેક બિમારીઓ નું પણ પ્રમાણ વધતું ગયું. વિશ્વભરમાં ચાઈના પછી ભારત બીજા ક્રમે સૌથી વધારે તમાકુ ઉત્પાદન કરતો દેશ છે. જેમાં ગુજરાત તમાકુના વાવેતરમાં પાંચમો ક્રમ ઘરાવે છે. ગુજરાતમાં પણ વડોદરા તેમજ ચરોતરમાં મોટા પાયે વાવેતર કરવામાં આવે છે. પરતું ઘણાં બધા પ્રતિબંધો આવ્યા હોવાથી ખેડુતો તમાકુની સાથે અન્ય પાકનું પણ વાવેતર કરતા થયા હોવાથી અમુક અંશે ઉત્પાદનમાં પણ ધટાડો થયો જાેવા મળ્યો છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના આદેશથી વિજ્ઞાપનો પર પણ નીયત્રંણ લાવવામાં આવ્યું છે. તે સિવાય ગુજરાતમાં ઈ-સીગરેટ પર પ્રતિબંધ લાવવા માટે સૌ પ્રથમ ખરડો પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સમગ્ર દેશમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તે સિવાય હુકાબાર પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યોછે.
હાલમાં યુવા વર્ગમાં વ્યસનનું પ્રમાણ વઘારે હોવાથી “ટોબેકો ફ્રી જનરેશન” નામનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં શાળામાં ભણતા બાળકો,તેમના માતા-પિતા તેમજ શિક્ષકો આમ ત્રણ કેટેગરીમાં વહેંચી દઈને તેમને વ્યસન ન કરવા માટે તેમજ જાે બાળકો કરતા હોય તો તેમને કેવી રીતે સુધારવા તેની તાલિમ આપવામાં આવી રહીછે. તેમજ સરકાર દ્વારા સેકશન ૬ (બી) અંતર્ગત કોઈપણ શૈક્ષણિક શાખાની ૧૦૦ મીટર સુધી કોઈપણ વ્યસનની વસ્તુ વેંચવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તે સિવાય જાહેર માર્ગો પર થુકવા પર કે વ્યસન કરવા પર દંડ ફટકારવાની પ્રકિયા પણ શરુ કરવામાં આવીછે. તેમજ ઈ-મેમો આવતા જાહેરમાં થુકતા લોકોમાં પણ ધટાડો જાેવા મળ્યો છે.
ભારતમાં ૨૬૭ મિલિયન લોકો તમાકુનું સેવન કરે છે
ગ્લોબલ એડોલ્ટ ટોબેકો સર્વે અનુસાર , પુખ્ત વયના એટલેકે ૧૫ વર્ષથી ઉપરના લોકો ૨૮.૬ ટકા લોકો તમાકુનું સેવન કરેછે. જ્ેમાં પુરુષો ૪૨.૪ ટકા અને સ્ત્રીઓ ૧૪.૨ ટકા તમાકુના બંધાણી છે. તે સિવાય ૧૪.૬ ટકા વિદ્યાર્થીઓ હાલમાં તમાકુનું કોઈપણ સ્વરુપે સેવન કરે છે. જ્યારે ૪.૪ ટકા વિદ્યાર્થીઓ સિગરેટ પીવે છે.દર વર્ષે માત્ર ભારતમાંજ કેન્સર જેવી ગંભીર બિમારીથી પિડાઈને ૧૩.૫ લાખ લોકોના મુત્યુ થાય છે.
ફેઈથ ફાઉન્ડેશન નહેરુ યુવા કેન્દ્ર સંગઠન સાથે જાગૃતિ કાર્યક્રમ યોજશે
વિશ્વ ટોબેકો નિષેધ દિવસની ઉજવણીના ભાગ રુપે ફેઈથ ફાઉન્ડેશન દ્વારા નહેરુ યુવા કેન્દ્ર સંગઠનના ગ્રામીણ વિસ્તારના યુવાનો સાથે વેબીનાર યોજીને જાગૃતિનો કાર્યક્રમ યોજશે. તે સિવાય ફાઉન્ડેશન દ્વારા વિવિધ હરીફાઈ યોજીને વિજેતાની જાહેરાત કરવામાં આવશે.