રાજકોટ-

સૌરાષ્ટ્ર અને કચ્છની પ બેઠકોની આજે પેટા ચૂંટણી યોજાઇ છે. જેમાં સવારના ૭ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધીમાં કયાં કેટલું મતદાન થયું તે નીચે મુજબ છે. સૌરાષ્ટ્રની ૪ અને કચ્છની એક વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે સવારના ૭ વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો છે. કોરોના મહામારીના કારણે એક સાથે વધુ મતદારો એકત્ર ન થાય તે માટે સુચનાઓ આપીને કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. કોરોના મહામારીના કારણે મતદાન મથકોએ સેનેટાઇઝ -માસ્ક સહિતની સુવિધાનું પાલન કરવા જણાવાયું છે. આ પેટા ચૂંટણીનું પરિણામ તા. ૧૦મીએ જાહેર કરવામાં આવશે. 

ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટાચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. તમામ બેઠકો પર સવારે ૭ વાગ્યે મતદાન શરૂ કરવામાં આવ્યું છે. ધારી, ગઢડા, કરજણ, અબડાસા, ડાંગ, કપરાડા, મોરબી અને લીંબડી બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન આરંભી દેવાયું છે. બંને પક્ષોએ આ બેઠકો જીતવા માટે એડીચોટીનુ જોર લગાવી દીધું છે. ત્યારે ભાજપ કોંગ્રેસના ૧૬ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. કોરોનાકાળમાં પ્રથમવાર મતદાન યોજાયુ હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને મતદારોને એન્ટ્રી આપવામાં આવી રહી છે. એ પહેલા થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરીને મતદારોને અંદર જવા દેવામાં આવી રહ્યાં છે. તો સવારથી જ અનેક કેન્દ્રો પર ઈવીએમ ખોટકાયાની ફરિયાદ ઉઠી છે. તમામ મતદાન કેન્દ્રોની બહાર ગોળ સર્કલ કરવામાં આવ્યા છે. તે મુજબ મતદારોને ઉભા રાખવામાં આવ્યા છે. તમામ મતદારોને પહેલા સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે. જેના બાદ તેઓને પ્લાસ્ટિકના ગ્લોવ્ઝ આપવામાં આવી રહ્યા છે. આમ કોવિડની તમામ ગાઈડલાઈનનું ધ્યાન રાખવામાં આવ્યુ છે. મતદારો સાંજે ૬ વાગ્યા સુધી મતદાન કરી શકશે.સવારે ૯ વાગ્યા સુધીમાંતમામ બેઠકો પર બહુ જ ઓછું મતદાન નોંધાયું છે. ૮ બેઠકો પર ૯ વાગ્યા સુધી સરેરાશ ૯.૫ ટકા મતદાન નોંધાયું છે. જેમાં મોરબીમાં ૮ ટકા, ગઢડામાં ૭.૫ ટકા, લીંબડીમાં ૮ ટકા, ધારીમાં ૮.૫ ટકા, કરજણમાં ૮ ટકા, કપરાડામાં ૯ ટકા, ડાંગમાં ૯ ટકા અને અબડાસામાં ૮ ટકા મતદાન નોંધાયું છે.

બેઠક ટકાવારી 

કચ્છ-અબડાસા ર૧.૯૪ %

અમરેલી-ધારી ૧૬.૦%

બોટાદ -ગઢડા ૧૯.૬ર%

સુરેન્દ્રનગર-લીંબડી ર૪.ર૧ %

મોરબી ર૪.૧પ %