/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ટોમ ક્રૂઝે ભારતીય વ્યંજનોનો આસ્વાદ ઇંગ્લેન્ડમાં આશા ભોસલેની રેસ્ટોરાંમાં માણ્યો

 મુંબઈ-

બોલિવૂડ દિગ્ગજ સિંગર આશા ભોસલેની ઇંગ્લેન્ડના બર્મિંઘમમાં એક રેસ્ટોરાં છે. બર્મિઘમના ન્યૂહોલ સ્ટ્રીટ પર આવેલા આ રેસ્ટોરાંનું નામ 'છજરટ્ઠ'જ' છે. હાલમાં જ હોલિવૂડ સુપરસ્ટાર ટોમ ક્રૂઝે આ રેસ્ટોરાંમાં ભારતીય ભોજનનો આસ્વાદ માણ્યો હતો. આશા ભોંસલેએ સો.મીડિયામાં આ અંગેની પોસ્ટ શૅર કરી હતી. પોસ્ટમાં ટોમ ક્રૂઝ પોતાની ટીમ સાથે રેસ્ટોરાંની બહાર ઊભો છે.આશા ભોસલેએ ટોમ ક્રૂઝની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'મને આ વાત સાંભળીને ઘણો જ આનંદ થયો કે મિસ્ટર ટોમ ક્રૂઝે 'છજરટ્ઠ'જ' (બર્મિઘમ)માં સારા ભોજનના અનુભવનો આનંદ લીધો. હું આશા રાખું છું કે તેઓ જલદીથી અમારી રેસ્ટોરાંની બીજીવાર મુલાકાત લે.' તસવીરમાં બ્લેક રંગની ફુલ આર્મ્‌ડ ટી શર્ટ તથા બ્લૂ જીન્સ તથા મેચિંગ જેકેટમાં ટોમ ક્રૂઝ ડેશિંગ લાગે છેઆશા ભોસલેની રેસ્ટોરાંના મેનેજર નૌમાને કહ્યું હતું કે ટોમ સાંજે છ વાગે પોતાની સિક્યોરિટી ટીમ સાથે આવ્યો હતો. તેણે એકસ્ટ્રા સ્પાઇસની સાથે બેવાર ચિકન ટિક્કા મસાલાનો ઓર્ડર આપ્યો હતો.સૂત્રોના મતે, ૨૧ ઓગસ્ટના રોજ બર્મિઘમમાં ફિલ્મ 'મિશનઃ ઇમ્પોસિબલ ૭'ના શૂટિંગમાંથી બ્રેક લઈને ટોમ રેસ્ટોરાંમાં આવ્યો હતો. તેણે અન્ય ઇન્ડિયન ડિશ પણ ઓર્ડર કરી હતી. ટોમ હવે 'ટોપ ગનઃ મેવરિક'માં પણ જાેવા મળશે. આ ફિલ્મ ૧૯૮૬માં આવેલી હાઇ એક્શન ડ્રામા 'ટોપ ગન'ની સીક્વલ છે


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution