ટોમ ક્રુઝ ‘મિશન ઇમ્પોસિબલ -૭’ શૂટિંગ માટે કોરોના ફ્રી ગામડું બનાવશે
05, જુન 2020

હોલિવૂડ સ્ટાર ટોમ ક્રુઝ મિશન ઇમ્પોસિબલ -૭ ફિલ્મની કાસ્ટ અને ક્રૂ માટે એક ગામડું બનાવવા ઈચ્છે છે જ્યાં કોરોના વાઇરસના સંક્રમણનું જાખમ ન હોય. ટોમ ક્રુઝ આ જ ગામમાં ફિલ્મનું શૂટિંગ પૂરું કરવા ઈચ્છે છે જેથી કાસ્ટ અને અને ક્રૂ સંક્રમણના ભયથી મુક્ત થઈને કામ કરી શકે. બ્રિટિશ વેબસાઈટ ધ સનના રિપોર્ટ મુજબ, ઓક્સફોર્ડશાયરમાં ટોમ ક્રુઝે એક ખાલી જગ્યા પર ગામડું વિકસાવવાની યોજના બનાવી છે. રિપોર્ટ મુજબ, ફિલ્મના કલાકાર અને પ્રોડ્યુસર અહીંયા વીઆઈપી ટ્રેલરમાં રહેશે જેથી સંક્રમણથી બચી શકે. એક સૂત્રએ વેબસાઈટને જણાવ્યું કે કોરોના વાઇરસ સંક્રમણને કારણે પહેલેથી જ શૂટિંગમાં ઘણો વિલંબ થયો છે. ફિલ્મના પ્રોડ્યુસર અને ડિરેક્ટર એવું માને છે કે હાલ ટૂંક સમયમાં પરિસ્થીતીમાં સામાન્ય થવાની આશા પણ નથી. આવામાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સુરક્ષિત રીતે ફિલ્મનું શૂટિંગ વહેલીતકે પૂરું કરવાનો કોઈ વિકલ્પ શોધવામાં આવે. આ સિવાય અત્યારે હોટલમાં રૂમનું બુકીંગ પણ મુશ્કેલ છે કારણકે સંક્રમણને કારણે તેને બંધ રાખવામાં આવ્યા છે. આવામાં જા કોઈ પગલું ભરવામાં નહીં આવે તો બધું હજુ મોડેથી શરૂ થશે. સૂત્રએ જણાવ્યું કે, ઘણો ખર્ચ થશે પરંતુ ટોમ ક્રુઝને જાણનાર લોકો એ પણ જાણે છે કે આ હોલિવૂડ સ્ટાર હંમેશાં મોટું અને વધુ સારું કરવાના વિચાર રાખે છે. મિશન ઇમ્પોસિબલ સિરીઝની આગામી ફિલ્મમાં ઘણું બધું રિસ્ક પર છે અને આના સાથે જાડાયેલ લોકો માને છે કે બધું જલ્દી પાટે ચડી જવું જાઈએ. અમુક રિપોટ્‌ર્સમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ થશે. તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કોરોના વાઇરસને કારણે ફિલ્મની ટીમ વેનિસથી બ્રિટન પરત આવશે. ડિરેક્ટર ક્રિસ્ટોફર મેક્કવેર આ ફિલ્મને ૨૩ જુલાઈ ૨૦૨૧માં રિલીઝ કરવાની હતી પરંતુ મહામારીને કારણે હવે આ ફિલ્મ ૧૯ નવેમ્બર ૨૦૨૧માં રિલીઝ કરવામાં આવશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution