દાહોદ

દાહોદ જિલ્લામાં વધતાં કોરોના સંક્રમણના પ્રકોપને કારણે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. અને દર રવિવારે વાણિજ્ય પ્રવૃતિઓ બંધ રાખવાના આદેશો પણ કરી દેવામાં આવ્યાં છે. એક તરફ હોળી જેવો તહેવાર સામે આવી રહ્યો છે ત્યારે તહેવાર ટાળે રોજગાર ધંધા રવિવારે પણ બંધ રહેતાં વેપારીઓમાં છુપો આક્રોશ જાેવા મળી રહ્યો છે.

હોળી જિલ્લાવાસીઓનો સોથી મોટો તહેવાર ગયા વર્ષ દરમિયાન લગભગ ૮ મહિનાઓ સુધી રોજગાર ધંધા લોકડાઉનના કારણે બંધ રહેતા જેમ તેમ કરીને ત્યાર બાદ રોજગાર ધંધામાં તેજી આવી હતી. પરંતુ હવે હાલ ફરી કોરોના સંક્રમણ વધતાં રવિવારે વાણિજ્ય પ્રવૃતિઓ બંધ કરવાના વહીવટી તંત્રના ર્નિણયો સાથે વેપારી આલમમાં અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. જેમાં લીમડીમાં વેપારીઓએ પોલીસ મથકે રજૂઆત કરી છે.આદિવાસીઓમાં દિવાળીના તહેવાર કરતા અનેક ગણુ મહત્વ હોળીના તહેવારનું હોય છે દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. આદિવાસીઓમાં દિવાળીના તહેવાર કરતા અનેક ગણુ મહત્વ હોળીના તહેવારનું હોય છે. આમેય દાહોદ જિલ્લાના તમામ બજારો આદિવાસી સમાજ પર ર્નિભર કરતા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ હવે હોળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ખરા વેપાર અને તેજી વચ્ચેજ કોરોના સંક્રમણ વધતાં સરકાર દ્વારા અનેક ર્નિણયો વચ્ચે દાહોદ જિલ્લામાં પણ રવિવારે વાણિજ્ય પ્રવૃતિઓ પર રોક લગાવી દેવામાં આવી છે.પોલીસની કામગીરીના વિરોધમાં વેપારીઓએ પોલીસ મથકે હલ્લાબોલ કર્યો આવા સમયે ૨૦૨૦ના લોકડાઉન બાદ જેમ તેમ કરી પોતાના રોજગાર ધંધાને ફરી વેગ મળ્યા બાદ અને તેમાંય હોળી જેવા તહેવારોમાં ઘરાકી સારી એવી થતી હોય છે. ત્યારે વેપારીઓમાં રવિવારની વાણિજ્ય પ્રવૃતિઓ બંધ રાખવાના વહીવટી તંત્રના આ ર્નિણયને પગલે છુપા રોષ સાથે નારાજગી પણ જાેવાઈ રહી છે.