ભરૂચ-

ભરૂચ ટ્રાફિક સીટી તરીકે ઘણા સમયથી બદનામી મેળવી રહ્યું છે. સમયાંતરે બ્રિજના સમારકામ અને ઉબડખાબડ રાષ્ટ્ના કારણે બોટલનેકની પરિસ્થિતિ સર્જાતા ચક્કાજામની પરિસ્થિતિ વારંવાર સર્જાય છે. નર્મદા બ્રિજને જોડતો માર્ગ ફરી બિસ્માર બનતા વાહનવ્યવહાર ધીમો થવાથી ૧૦ કિમિ સુધી વાહનોની કતાર પડી છે.

નેશનલ હાઇવે ૪૮ ગોલ્ડન કરોદોરોમાંથી પસાર થાય છે. કલાકોના જામનાં કારણે માલસામાનની હેરફેર ધીમી પડે છે. રો મટીરીયલ પ્લાન્ટ સુધી મોડું અને તૈયાર માલ બજારમાં વિલંબથી પહોંચવાથી નુકશાન સર્જાય છે. વાહનોના ઇંધણ અને સમય બંનેનો બગાડ આર્થિક નુકશાનમાં પરિણામે છે.

અતિવ્યસ્ત નેશનલ હાઇવે ૪૮ ઉપર રોજના સરેરાશ ૨૫ હજાર વાહનો નર્મદા નદી ઓળંગે છે. માર્ગ ઉપર વાહન વ્યવહાર મિનિટો માટે થંભે તો પણ તેની અસર કલાકો સુધી વર્તાય છે. ઉબડખાબડ રસ્તાના કારણે ઝડપ કેટલાક વિસ્તારોમાં પ્રતિ કલાકની માંડ 10 થી 15 કિમીની રાખવાની ફરજ પડે છે. વાહન વ્યવહાર ધીમો પડવાથી વાહનોની લાંબી કતાર બને છે. વાહનચાલકોએ ભરૂચ થઈ અંકલેશ્વર સુધી પહોંચતા ૪ થઈ ૬ કલાક સુધી સમય બગાડવો પડે છે.