અમદાવાદ-

અમદાવાદમાં માર્ચ મહિનાથી કોરોનાનું સંક્રમણ બેકાબુ થઈ જતાં AMCએ AMTS અને BRTS બસો બંધ કરી દીધી હતી. હવે કોરોના કાબુમાં આવી ગયો છે. સરકારે આંશિક અનલૉકને પણ હળવુ કર્યું છે. ત્યારે હવે ત્રણ મહિનાથી બંધ રહેલી સિટી બસ સેવાને ફરી શરુ કરવા માટે શહેરીજનો માંગ કરી રહ્યાં હતા. જો કે અમદાવાદમાં AMTS અને BRTS શરૂ કરવા નાગરિકોની માંગ ઉઠી રહી હતી. જે શહેરમાં લોકો રિક્ષાના વધુ ભાડા ચૂકવીને લોકો ત્રાહિમામ થઇ ગયા છે. ત્યારે હવે અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જે અમદાવાદ શહેરમાં સોમવારથી ટ્રાન્સપોર્ટ સેવા શરૂ કરાશે. જે શહેરમાં સોમવાર થી AMTS અને BRTS શરૂ થશે. જે કોવિડ નિયમો સાથે ટ્રાન્સપોર્ટ સેવા શરૂ થશે. અમદાવાદમાં નોકરિયાત, કોલેજ સ્ટુડન્ટ તેમજ ધંધાદારીઓ સૌથી વધુ AMTS અને BRTSનો ઉપયોગ કરે છે. સામાન્ય દિવસોમાં AMTSમાં અંદાજે 5 લાખ લોકો મુસાફરી કરતા હતા. જેના કારણે આ લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બસો બંધ રહેવાને કારણે AMTSને આશરે 12 કરોડ જ્યારે BRTSને 9 કરોડની આસપાસ નુકસાન થયું છે.