વલસાડ, સરકારે મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં જવા આવવા માટે ઇ્‌-ઁઝ્રઇ રિપોર્ટ ફરજીયાત કર્યો છે. જેને કારણે આ રાજ્યો માંથી અવર જવર ઘટી છે પરંતુ યુપી અને બિહાર અને મધ્યપ્રદેશ જવા માટે કોરોના રિપોર્ટ બાબતે કડકાઈ ન હોવાથી ટ્રાવેલ્સ સંચાલકો આ રાજ્યો ની ટ્રીપ મારતા થયા છે જિલ્લા બહાર ન ટ્રાવેલ્સ ચલાવતા બસ સંચાલકોએ પણ વાપીમાં ધામાં નાખ્યા છે. વાપીથી ખાનગી બસ ચાલકો આરટીપીસીઅરના રિપોર્ટ વગર જ પ્રવાસીને યુપી-મધ્યપ્રદેશ અને બિહાર લઈ જઈ રહ્યા છે કોરોના મહામારી માં બેહાલ થયેલ પર પ્રાંતિય મજદૂરો કોઈ પણ ભોગે પોતા ના વતન જવા ની તૈયારી બતાવી રહ્યા છે જેનો ટ્રાવેલ્સ સંચાલકો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે.

 સુરત-વાપીના અને સૌરાષ્ટ્ર-અમદાવાદમાં ટ્રીપ મારતા ખાનગી બસ ચાલકોએ પરપ્રાંતીય કામદારોને ઊંચા ભાડા વસૂલી ફેરા મારી રહ્યા છે. એક તરફ કોરોના સંક્રમણ ન થાય એટલા માટે સરકારે બે ગજ ની દુરી રાખવા આદેશ કર્યા છે ત્યાં વળી રૂપિયા ની લાલચ માં અંધ બનેલ બસ સંચાલકો ૫૬ની બેઠક ની ક્ષમતા ધરાવતી બસમાં ૧૨૦ મજદૂરો ને બેસાડી સફર કરાવી રહ્યા છે કોરોના ની બીજી લહેરે પરપ્રાંતીય કામદારોને બીજી વાર વતન પરત ફરવા મજબૂર કર્યા છે. વાપીમાં બલિઠામાં વેસ્ટર્ન હોટેલ, બોમ્બે રેસ્ટોરન્ટ, વાપીમાં હાઇવે પર, પેપીલોન હોટેલ નજીક ગુંજન ચોકડી પરથી પ્રવાસી ભરેલી ખાનગી બસોની ઉત્તર પ્રદેશ-મધ્યપ્રદેશની ટ્રીપ શરૂ થઈ છે. હાલ વાપીમાં હાઇવેની હોટેલો પર ખાનગી બસોનો ખડકલો થઈ રહ્યો છે.વાપીમાંથી ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહાર વતન પરત જઇ રહ્યા છે કામદારોવાપીમાંથી ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહાર વતન પરત જઇ રહ્યા છે. અગાઉ કામદારો માટે બસમાં ૧ સ્લીપર સીટ દીઠ ૨,૫૦૦ રૂપિયા ભાડું હતું. હવે એ જ સિંગલ સ્લીપર સીટમાં ૨ કે ૩ યાત્રીઓ ભરી એક યાત્રી દીઠ ૨,૦૦૦ રૂપિયા વસૂલી રહ્યા છે.