15, નવેમ્બર 2022
અમદાવાદ, વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ફટકો પડ્યો હતો, તે બેઠકો ૨૦૨૨માં પરત મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાેકે, આ વર્ષે આમ આદમી પાર્ટી જે જાેશ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી છે તેને જાેતા સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રિકોણિયો જંગ થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. જે બેઠકો ભાજપે ગુમાવી છે તેને ફરી પ્રાપ્ત કરવા માટે આ ચૂંટણીમાં મહેનત કરવામાં આવી છે અને ઉમેદવારોની પસંદગીમાં પણ મહત્વની બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. પહેલા તબક્કામાં ૮૯ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે જેમાંથી સૌરાષ્ટ્ર-કચ્છની ૫૪ બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે રસાકસી જાેવા મળી શકે છે. જાેકે, ચૂંટણીમાં શું થાય છે તે તો પરિણામના દિવસે જ ખબર પડી શકે છે. આ વર્ષે ભાજપે પોતાના સિનિયર નેતાઓને ઘરે બેસાડીને કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકિટ આપી છે ત્યારે અંદરો-અંદર અસંતોષની લાગણી સાથે એવી દલીલ થઈ રહી છે કે આ પ્રયોગ કરાયો છે તેની સામે સ્થાનિક કાર્યકરોમાં નિરાશા છે. જાેકે, આ નિરાશા કેવી છે અને કેટલી છે તે આગામી ૮ ડિસેમ્બરે બહાર આવી જશે. આ વખતે ૨૦૧૭ની જેમ ભાજપ સામે પાટીદાર, ઓબીસી જેવા આંદોલનો નથી પરંતુ એન્ટી-ઈન્કમ્બની અસર થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. જાેકે, ભાજપને વિશ્વાસ છે કે લોકો પાર્ટીના કામોથી ખુશ છે અને મતદારો ફરી એકવાર ગુજરાતમાં કમળ ખીલવશે.
હાઇપ્રોફાઇલ ઉમેદવારોના ફોર્મ ભરાવવા નેતાઓ પહોંચ્યા
સૌરાષ્ટ્રભરમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે. આજે ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી જેને કારણે મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરી દીધા હતા. ભાજપ ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો કે જેમને પાર્ટીએ મેન્ડેટ આપી દીધો હતો તેમણે ફોર્મ ભરી દીધા હતા જ્યારે પાર્ટીઓએ ટિકિટ ન આપતાં કેટલાંક દિગ્ગજ નેતાઓએ અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી હતી આ ઉપરાંત છેલ્લી ઘડીએ પાર્ટીની અદલબદલ પણ જાેવા મળી હતી. સૌરાષ્ટ્રમાં જે હાઇપ્રોફાઇલ બેઠકો હતી તેમાં નેતાઓની હાજરી નજેર પડી હતી જેમાં જામનગરની બેઠક પરથી રિવાબા સાથે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ ઉપસ્થિત હતાં. તો વળી આપના ઇશુદાન ગઢવી અને આપના મુખ્યમંત્રી પદના ચહેરાએ પણ મોટી સંખ્યામાં સમર્થકો સાથે ખંભાળિયામાં ફોર્મ ભર્યુ હતું. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માંડવી અનિરૂધ્ધ અને અબસાડામાં ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહને ફોર્મ ભરાવીને જાહેર સભા યોજી હતી.